Home Current કચ્છમાં વામન મેશ્રામના મનસુબા પાર નહી પડે : હિન્દુ સંગઠનોનો ભુજમાં વિરોધ 

કચ્છમાં વામન મેશ્રામના મનસુબા પાર નહી પડે : હિન્દુ સંગઠનોનો ભુજમાં વિરોધ 

5999
SHARE
હિન્દુ સંગઠનો અને ખાસ કરીને બ્રાહ્મણો વિરૂધ બેફામ નિવેદનો માટે જાણીતા વામન મેશ્રામની ફરી એક મુલાકાતથી કચ્છમાં તેના વિરૂધ્ધ હિન્દુઓ નારાજ થયા છે દલિત અધિકારોના નામે હાલમાંજ નખત્રાણાથી એક કાર્યક્રમ આયોજીત થયા બાદ ત્યાં ફરી એજ નિવેદનો તેણે આપતા આજે કચ્છના વિવિધ હિન્દુ સંગઠનો અને સમસ્ત બ્રહ્મ સમાજે તેની સામે કાયદેસર કાર્યવાહી થાય તે માટે પશ્ર્ચિમ કચ્છ પોલિસવડાને આવેદનપત્ર આપ્યુ હતુ અને માંગ કરી હતી કે તેના વિરૂધ ફરીયાદ નોંધી કડક કાર્યવાહી થાય બહુજન કાંતિ મોર્ચાના નેજા હેઠળ તારીખ 18ના નખત્રાણાથી એક યાત્રાનો પ્રારંભ કરાયો હતો જેને લઇને હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે હિન્દુ સંગઠન વતી વાત કરતા કચ્છ હિન્દુ યુવા સંગઠનના આગેવાન રઘુવિરસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે દલિત સમાજના નામે વામન મેંશ્રામ ભ્રામક પ્રચાર કરી રહ્યા છે પરંતુ દલિતો પણ આજે રેલી અને આવેદનપત્ર દરમ્યાન તેમની સાથે જોડાયા છે અને કચ્છમા હિન્દુ સંગઠનોને તોડવા માટેના આ પ્રયત્નો છે તો હિન્દુ સમાજનુ પ્રતિનીધીત્વ કરતા બ્રાહ્મણોએ ચિમકી પણ ઉચ્ચારી હતી કે અવારનવાર હિન્દુ અને ખાસ કરી બ્રાહ્મણોને ટાર્ગેટ કરી વામન મેશ્રામ કાર્યક્રમો આપે છે ત્યારે તેને આવા કોમી વૈમનસ્ય ફેલાવતા કાર્યક્રમો માટે કેમ મંજુરી અપાય છે? હવે જો આવા કાર્યક્રમો કચ્છમાં થશે તો દરેક સમાજ તેનો વિરોધ કરશે તેવી માંગ સાથેની રજુઆત આજે વિવિધ સંગઠનોએ કરી હતી તો પોલિસે પણ તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી હિન્દુ સંગઠનોની ફરીયાદ બાદ નખત્રાણા પોલિસ મથકે આ મામલે ફરીયાદ નોંધાય તેવી શક્યતા છે.