લાગે છે કે હવે અછતનો મુદ્દો રાજ્યના રાજકારણ ને ગરમ કરશે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કચ્છ ને અછતગ્રસ્ત જાહેર કરાયા બાદ હવે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા CM ની મુલાકાતના એક દિવસ રહીને શનિવારે કચ્છના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવી રહ્યા છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા એ ન્યૂઝ4કચ્છ ને આપેલી માહિતી અનુસાર અમિત ચાવડા બપોરે ૧ વાગ્યે ભુજ આવશે ત્યારબાદ તેઓ બન્ની વિસ્તારની મુલાકાત લઈ ત્યાં માલધારીઓ સાથે ચર્ચા કરીને અછત ની પરિસ્થિતિનો તાગ મેળવશે ત્યાંથી તેઓ નખત્રાણા વિસ્તારના નાની બન્નીના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને મુંદરા પહોંચશે તેમની સાથે ધારાસભ્યો પ્રદ્યુમનસિંહ જાડેજા, સંતોકબેન આરેઠીઆ ઉપરાંત આગેવાનો જુમા રાયમા, ભચુભાઈ આરેઠીયા, આદમ ચાકી, જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી. કે. હુંબલ અને અન્ય આગેવાનો જોડાશે.
કોંગ્રેસ ના પ્રદેશ નેતાઓ મોડા જાગ્યા?
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ભુજમાં રિવ્યૂ બેઠક સમયે જ કચ્છ કોંગ્રેસે યોજેલી પ્રેસ કોંફરન્સમાં કચ્છની અછતની પરિસ્થિતિ ગંભીર હોવા છતાંયે પ્રદેશ કોંગ્રેસના કોઈ નેતાઓ કે વિપક્ષી નેતા દ્વારા કચ્છની અછત ના મુદે રૂબરૂ મુલાકાત કેમ ન લેવાઈ તે પ્રશ્નો પત્રકાર પરિષદમા ચર્ચાયા હતા વિધાનસભામા કે પછી પ્રદેશ કક્ષાએ પણ કચ્છની અછત નો મુદ્દો ઉપાડવામાં પ્રદેશ કોંગ્રેસ સુસ્ત રહી જોકે, જિલ્લા કક્ષાએ બે ધારાસભ્યો, જિલ્લા કોંગ્રેસ સંગઠન, જિલ્લા પંચાયત સામાન્ય સભામાં કોંગ્રેસ દ્વારા અછતના પ્રશ્નો ઉઠવાયા હતા પણ, ત્યાં સુધી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કે વિપક્ષી નેતા સહિત સૌ એ કચ્છની અછત ની સમસ્યા તરફ બહુ ધ્યાન આપ્યું નહીં. ૫૦ દિવસ થયા ઘાસ ડેપો શરૂ કરાયા, ઘાસ કાર્ડ અપાયા પણ એ દરમ્યાન ઘાસ, પાણીની બુમરાણ ઉઠી અરે, ભાજપ ના નેતાઓ સરકારને પત્ર લખીને, ગાંધીનગર રૂબરૂ મળીને ઘાસ પાણી ના મુદ્દે રજુઆત કરતા રહ્યા, નારાજગી વ્યક્ત કરતા રહ્યા, મીડીયામાં સતત અછતના અહેવાલો આવતા રહ્યા પણ કોંગ્રેસના પ્રદેશ નેતાઓ કચ્છની અછતની સમસ્યા ના મુદ્દે અંધારામાં રહ્યા હવે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આવે તો છે પણ તેમની કચ્છની મુલાકાતનો હેતુ આમ તો બીજા દિવસે રવિવારે મુંદરા મા યોજાનાર કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવાનો છે. જોકે, સરકારે હવે સમગ્ર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરી દીધા પછી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની અછત માટેની મુલાકાત સંવેદનાને બદલે રાજકીય વધુ હોય એવું લાગે છે.