પશ્ર્ચિમ બંગાળમાં 3 વિદ્યાર્થીના મોત પર મમતા બેનર્જી સરકારે કોઇ કાર્યવાહી ન કરતા સમગ્ર ગુજરાત સહિત દેશમાં વિદ્યાર્થીઓ આ મોત ની ઘટનાનો વિરોધ કરી રહ્યા છે જે વિરોધ આજે કચ્છ પહોચ્યો હતો અને વિદ્યાર્થીના મોત પર તેમને શ્રધ્ધાજંલી આપવા સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મમતા બેનર્જીના પુતળાનુ દહન કરી ઘટનાનો વિરોધ કરાયો હતો રાજેશ ચૌધરી અને તપસ બર્મન નામના બે વિદ્યાર્થીઓના સ્કુલમાં શિક્ષકોની ઘટ સામના વિરોધ પ્રદર્શન દરમ્યાન મોત થયા હતા પરંતુ ઘટના બાદ સરકારે કોઇ પગલા ન ભરતા આજે ABVP એ લાલન કોલેજ ખાતે મૃતક વિદ્યાર્થીઓને શ્રધ્ધાજલી અર્પી હતી અને ત્યાર બાદ મમતા બેનર્જીના પુતળાનુ દહન કરી વિદ્યાર્થીના મોત મામલે સરકાર કડક પગલા લે તેવી માંગ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.