મુખ્યમંત્રીની કચ્છ મુલાકાત સમયે કચ્છ યુનીવર્સીટી કેમ્પસ નજીક બનેલી સમરસ હોસ્ટેલનુ ઉદ્દઘાટન કરી વિરોધ કરવામાં ડરી ગયેલી કોગ્રેસે અંતે આજે પોલિસને અંધારામાં રાખીને હોસ્ટેલનુ ઉદ્દઘાટન કરી નાંખ્યુ હતુ અંદાજીત 30 કરોડના ખર્ચે કચ્છના દુરદુરના વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરી શકે તે ઉદેશ્ય માટે તેનું નિર્માણ કરાયુ હતુ પરંતુ એક વર્ષથી હોસ્ટેલ બની ગઇ હોવા છંતા સરકાર તેનુ ઉદ્દઘાટન કરતી ન હતી જે મુદ્દે કોગ્રેસે અવારનવાર લેખીત રજુઆત અને વિરોધ કર્યો હતો પરંતુ જાણે સરકારના બેરા કાન સુધી કોગ્રેસની માંગ પહોંચતી ન હોય તેમ ફર્નીચરનુ કામ બાકી હોવા સહિતના વિવિધ બહાના તળે હોસ્ટેલ ખુલ્લી મુકાતી ન હતી ત્યારે આજે કચ્છ જીલ્લા કોગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોની હાજરીમાં એન.એસ.યુ.આઇ અને છાત્રોએ હોસ્ટેલનુ ઉદ્દઘાટન કરી વિરોધ નોંધાવ્યો હતો કચ્છ જીલ્લા કોગ્રેસ પ્રમુખ સાથે આ વિરોધમાં ધનશ્યામસિંહ ભાટ્ટી,દિપક ડાંગર,આદમ ચાકી રમેશ ગરવા રફીક મારા સહિત એન.એસ.યુ.આઇ વિદ્યાર્થી પાંખના અનેક વિદ્યાર્થીઓ જોડાયા હતા કચ્છ જીલ્લા કોગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે ચુંટણી સમયે વિકાસ કામોના લાભ લેવા માટે સરકાર ઉદ્દઘાટનની રાહ જોઇ રહી હોય તેવુ લાગી રહ્યુ હતુ જો વિદ્યાર્થીને ટુંક સમયમાં પ્રવેશ નહી મળે તો ફરી કોગ્રેસ વિરોધ કરશે.
લ્યો કચ્છ કોગ્રેસે પોલિસને અને ગુપ્તચર એજન્સીને અંધારામાં રાખી
સામાન્ય રીતે જ્યારે પણ કચ્છ કોગ્રેસનો કાર્યક્રમ હોય ત્યારે તેમના કાર્યક્રમ સ્થળ પર કોગ્રેસના આગેવાનો કાર્યક્રરો પહેલા પોલિસનો ચુસ્ત બંદોબસ્ત હોય છે અને કોગ્રેસના વિરોધ પહેલાજ પોલિસ એક્શનમાં હોય છે પરંતુ મુખ્યમંત્રીની મુલાકાત સમયે પોલિસના આગોતરા આયોજનથી લાચાર બની ગયેલી કોગ્રેસે ધરપકડના ડરે વિરોધ કરવાનુ માંડી વાળ્યું હતુ પરંતુ આજે પોલિસને અંધારામાં રાખીને કોગ્રેસે સમરસ હોસ્ટેલનુ ઉદ્દઘાટન કરી નાંખ્યુ હતુ અને કોગ્રેસે 30મીનીટ સુધી ત્યા કાર્યક્રમ આપ્યા બાદ જ્યારે પરત ફરી ત્યારે બી-ડીવીઝન પોલિસના પી.આઇ વૈભવ ખાંટ સહિતનો મોટો પોલિસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો પરંતુ ડેલીએ હાથ દઇ પોલિસ પાછી ફરી આમ કોગ્રેસે પોલિસ લોકલ ગુપ્તચર એજન્સી એલ.આઇ.બી સહિતની એજન્સીઓને ઉંઘતી રાખી કાર્યક્રમ આપી દીધો જો કે આ મામલે કદાચ પોલિસ હોસ્ટેલના સંલગ્ન તંત્રની ફરીયાદના આધારે કોગ્રેસ સામે કાર્યવાહી કરી શકે છે.