Home Current છબીલ પટેલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ- PM મોદીના ગુજરાત પ્રવાસ પૂર્વે ભાજપમાં રાજકીય...

છબીલ પટેલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ- PM મોદીના ગુજરાત પ્રવાસ પૂર્વે ભાજપમાં રાજકીય ખળભળાટ

5799
SHARE
હજુ થોડા સમય પહેલાજ કચ્છના બે મોટા ગજાના નેતાના રાજકીય વેરઝેરને પગલે કચ્છ ભાજપના પુર્વ પ્રમુખ જેન્તીભાઇ સામે બળાત્કારની ફરીયાદ રાજકીય આક્ષેપ બાજી અને ત્યાર બાદ નાટકીય રીતે કેસ પુર્ણ થવાની ધટના બની હતી તે કિસ્સામાંથી ગુજરાત ભાજપ માંડ બહાર આવ્યુ છે. ત્યા PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પૂર્વે જ ફરી એક વાર ભાજપ માં રાજકીય ભુંકપ સર્જાયો છે. પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સામે બળાત્કારની ફરીયાદ થઇ હોવાની અરજી સોશિયલ મીડીયામા વહેતી થઇ છે.જો કે તેને હજુ સુધી સત્તાવાર સમર્થન મળ્યુ નથી. પરંતુ એક નનામો પત્ર અને દિલ્હીના દ્રારકા પોલિસ મથકે છબીલભાઇ પટેલના નામે નોંધાયેલી ફરીયાદની નકલો વોટ્સઅપ ગૃપમા વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.

છબીલ પટેલે કહ્યું કે હા, પોલીસે ફરિયાદ અંગે ફોન કર્યો હતો…

દિલ્હીના દ્વારકા પોલીસ સ્ટેશનમાં થયેલ અરજીમાં ફરિયાદી યુવતીએ એનજીઓ ખોલવા પોતે છબીલ પટેલની મદદ માંગી હોવાનું અને ત્યાર બાદ છબીલ પટેલ દ્વારા પોતા ઉપર બળાત્કાર કરાયો હોવાનો આક્ષેપ અરજીમાં હોવાનું ચર્ચાય છે. જોકે, આ અંગે ન્યૂઝ4કચ્છે છબીલ પટેલનો સંપર્ક કરતા તેઓએ પોતાને દિલ્હીના દ્વારકા પોલિસ મથકેથી બે દિવસ પહેલા ફોન આવ્યો હોવાનુ જણાવીને તેમના વિરૂધ બળાત્કારની અરજી થઇ હોવાની વાત સ્વીકારી હતી. પણ, તેમણે એ ખુલાસો પણ કર્યો હતો કે, તેમની સામે અરજીમાં બળાત્કાર અંગે જે તારીખ દર્શાવાઇ છે, એ દિવસે તેમની દીકરીનો જન્મ દિવસ હતો અને તેઓ કચ્છ માં હતા, આ ફરિયાદ ખોટી છે અને મારા વિરુદ્ધ રાજકીય કાવતરું છે. પોતે, દિલ્હી પોલીસ સમક્ષ આ અંગે ખુલાસો કરશે. જોકે, આ આક્ષેપ ફરી ભાજપને ચર્ચામા લાવી દે તેવી પુરી શક્યતા છે.
જેન્તીભાઇ સામે જ્યારે ફરીયાદ થઇ ત્યારે છબીલ પટેલ સીધી રીતે ક્યાય તેમા સામેલ ન હતા પરંતુ જે રીતે જેન્તીભાઇ અને છબીલભાઇ વચ્ચેની લડાઇમાંજ આ ધટના બની હોવાનુ સાંયોગિક રીતે ખુલીને સામે આવ્યુ હતુ. જો કે ત્યાર બાદ જેન્તીભાઇ સામેની ફરીયાદ પાંછી ખેંચાઇ હતી. અને જેન્તીભાઇ અને છબીલ ભાઇ વચ્ચે પ્રદેશ ભાજપે સમાધાન કરાવ્યુ હોવાનુ સામે આવ્યુ હતુ. પરંતુ ફરી જ્યારે છબીલભાઇનુ નામ એક દુષ્કર્મ કેસમાં ઉછળીને સામે આવ્યુ છે. ત્યારે ફરી આ બે નેતાઓનો રાજકીય ગજગ્રાહ પ્રદેશ ભાજપને ચર્ચામા લાવી દે તેવી પુરી શક્યતા છે. જો કે ચોક્કસ કચ્છમા આ કિસ્સો ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે. કેમકે પ્રદેશ ભાજપની સુચના અને આદેશો પછી પણ ક્યાકને ક્યાક આ ધટનાને રાજકીય લડાઇની ફળશ્રૃતિ માનવામા આવે છે.
કચ્છ ભાજપના આંતરીક જુથવાદ એ કોઇ નવી વાત નથી. પરંતુ 2019 પહેલા ગુજરાત ભાજપ દરેક જુથ્થો વચ્ચે ચાલતી ખેંચતાણ પુર્ણ કરવાની દિશામા છે. પરંતુ કચ્છના બે નેતાઓ વચ્ચેની લડાઇ ન માત્ર કચ્છ ભાજપ પરંતુ પ્રદેશ ભાજપ માટે પણ માથાના દુખાવા સમાન બની ગયો છે. કેમકે પહેલા જેન્તીભાઇ સામે દુષ્કર્મની ફરીયાદ અને તેમા છબીલભાઇની ભુમીકા અને હવે છબીલ પટેલનુ નામ દુષ્કર્મ કેસમાં ઉછળતા રાજકીય માહોલ ગરમાયો છે. અને તેની અસર પ્રદેશ ભાજપમાં ચોક્કસ પડશે જો કે છબીલભાઇ સામે સત્તાવાર રીતે ફરીયાદ થઇ હોવાનુ હજુ સુધી સામે આવ્યુ નથી. પરંતુ છબીલ પટેલે પણ પોતાના વિરુદ્ધ બળાત્કારની અરજી થઈ હોવાની વાત અને દિલ્હી પોલીસ દ્વારા આવેલા ફોનની વાત સ્વીકારતા અને આને રાજકીય ષડ્યંત્ર ગણાવતા અત્યારે ફરી એકવાર ભાજપમાં રાજકીય ભુકંપ સર્જાયો છે.