Home Current દુષ્કર્મના આક્ષેપનો ખુલાસો કરતા છબીલ પટેલનો પત્ર રાજકીય ખળભળાટ સર્જી રહ્યો...

દુષ્કર્મના આક્ષેપનો ખુલાસો કરતા છબીલ પટેલનો પત્ર રાજકીય ખળભળાટ સર્જી રહ્યો છે!! – પત્રમાં સમાધાનની વાત

3520
SHARE
દિલ્હીના દ્વારકા પોલીસ સ્ટેશનમાં છબીલ પટેલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદના સમાચારોએ ગુજરાત ભાજપના રાજકારણમાં હલચલ સર્જી છે દરમ્યાન પોતાના ઉપર થયેલ દુષ્કર્મની ફરિયાદને પગલે છબીલ પટેલે ૩ પાના નો ખુલાસો કરતો લખેલો પત્ર હવે રાજકીય ખળભળાટ સર્જી રહ્યો છે પોતે તમામ નાગરિકો સમક્ષ આ પત્ર દ્વારા ખુલાસો કરીને ન્યાય માંગી રહ્યા છે એવી વાત સાથે છબીલ પટેલે બહુ ગાજેલા દુષ્કર્મ કેસની વાત, કચ્છના એક રાજનેતાની વાત અને સમાધાન માટેના પ્રયાસોની વાત લખીને કરેલા ખુલાસાઓ રાજકીય અને સામાજિક ખળભળાટ સર્જશે એવું લાગી રહ્યું છે દીલ્હીના દ્વારકા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અંગેની અરજી આપનારી મહિલા દ્વારા અશ્લીલ ફોટોગ્રાફ પાડવાના, દુષ્કર્મના અને હની ટ્રેપ દ્વારા બ્લેકમેઇલ કરવા અંગેના આક્ષેપો સાથે છબીલ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માંગ કરાઈ છે. દિવસભર મીડીયા અને શોસ્યલ મીડિયામાં ભાજપના નેતા છબીલ પટેલ ઉપરની ફરિયાદના સમાચારો ચર્ચામાં રહ્યા. જે પત્રકારોએ છબીલ પટેલને ફોન કર્યો તેમની સમક્ષ છબીલ પટેલે ખુલાસાઓ પણ કર્યા. જોકે, કચ્છ અને રાજ્યભરમાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ ઉપરની ફરિયાદ લોકોમાં પણ સતત ચર્ચાતી રહી.

છબીલ પટેલે કરેલા સવાલો સાથે ફેંકેલો પડકાર હલચલ સર્જશે?

માંડવી અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા અને કોંગ્રેસ ભાજપ બન્ને પક્ષ માં પોતાનું રાજકીય કદ જાળવી રાખવામાં સફળ થયેલા છબીલ પટેલ ભાજપના પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલી ઉપર થયેલી દુષ્કર્મની બબ્બે ફરિયાદોને પગલે સૌથી વધુ ચર્ચામાં આવ્યા. હવે તેમની પોતાની ઉપર દુષ્કર્મની ફરિયાદ થતા ચર્ચાની સાથે છબીલ પટેલ વિવાદના ઘેરામાં આવી ગયા છે. જોકે, છબીલ પટેલે પોતાની સહી સાથેના ૩ પાના ના ખુલાસા કરતા પત્રમાં પોતાની સામે થયેલ ફરિયાદ સામે સવાલો કર્યા છે અને પડકાર પણ ફેંક્યો છે ફરિયાદ કરનાર મહિલા વિધવા છે અને ગુજરાતના જ એક શહેર નડિયાદની છે, એવું લખીને તેની નાર્કો ટેસ્ટ તપાસ કરવાની અને પોતાની પણ નાર્કો ટેસ્ટ તપાસ કરવાની માંગ છબીલ પટેલે કરી છે. છબીલ પટેલે ઉઠાવેલા સવાલો, આક્ષેપો અને સમાધાનની વાત શું છે? ફેબ્રુઆરી ૨૦૧૭ ના બનાવની ફરિયાદ ૨૧ મહીના પછી શા માટે થઈ, પોતે ફેબ્રુઆરી ૨૦૧૭ મા દિલ્હી ગયા નથી, મોબાઈલ ઉપર કોઈને ફોન કર્યો નથી, મોબાઈલ લોકેશન ટ્રેસ થવા જોઈએ, મને ૬ થી ૭ લાખ ₹ એનજીઓ શરૂ કરવા આપ્યા તે વિશે અસ્પષ્ટતા સાથેના આક્ષેપો છે જે શંકા પ્રેરક છે, મને ક્યાં સામાજિક કાર્યક્રમમાં મળી હતી, તે વિશે ફરિયાદમાં ઉલ્લેખ નથી, એફઆઈઆર બાદ પોલીસ તપાસની રાહ જોવાને બદલે શોસ્યલ મીડીયામાં કેમ ફરિયાદ વહેતી થઈ, વધુ સજા ધરાવતી કલમો લાગે તેવી કાલ્પનિક સ્ટોરી સાથે ફરિયાદ લખાવાઈ આ ખુલાસાઓ સાથે છબીલ પટેલે નામ આપ્યા વગર રાજનેતાનો ઉલ્લેખ કર્યો પણ સાથે તે રાજનેતા ઉપરની ફરિયાદો અને સમાધાન નો ઉલ્લેખ કરીને તેની ઓળખ વિશે ઈશારો તેમ જ શંકા ની સોઈ પણ ચીંધી દીધી. એક રાજનેતાની મહિલા સાથેની નગ્ન સીડી બહાર પડી અને અન્ય એક મહિલાને એ રાજનેતાએ ૬ વર્ષ પત્ની ની જેમ રાખી અને એ બે મહિલાઓ દ્વારા પોલીસ ફરિયાદ કરાતાં એ રાજનેતા ફરાર રહ્યા. એવો ઉલ્લેખ કર્યા બાદ છબીલ પટેલે સમાધાન વાળી વાતનો જાહેર પત્રમાં ઉલ્લેખ કર્યો છે, તે અનુસાર જાતીય શોષણ ની ચકચારી પોલીસ ફરિયાદ બાદ સમાજ ઉપર નકારાત્મક અસર થતી હોઈ સામાજિક આગેવાનોએ ગૌભક્ત શ્રી મનજીબાપુ (રાતાતળાવ વાળા) ની પાસે જઈને સમાધાન માટે વાત કરી. ત્યારબાદ શ્રી મનજી બાપુની મધ્યસ્થી થી ભીમજી વડોર, જેન્તીલાલ ઠક્કર (ડુમરાવાળા) અને પોતે એટલેકે, છબીલ પટેલ ભેગા થયા અને પરિવારો બરબાદ થતા અટકે તે હેતુ થી આ પ્રકરણમાં ફરિયાદ કરનાર બન્ને યુવતીઓ શ્રી મનજીબાપુ ની મધ્યસ્થી થી તૈયાર થઈ અને ફરિયાદ પાછી ખેંચાતા સમાધાન થયું. અહીં છબીલ પટેલ પત્રમાં લખે છે કે, નીતિ મતા ઊંચી હોવી જોઈએ અમારા લોહીમાં હલકી કક્ષા નું રાજકારણ નથી. ત્યારે પોતે (છબીલ પટેલે) મનજીબાપુને કહ્યું હતું કે આ રાજનેતા સ્વંત્રત વિચારતા નથી બીજા કોઈના દોરવાયા દોરવાય છે. એટલે અમારા (છબીલ પટેલ) ઉપર વહેમ રાખીને ભવિષ્ય મા કાદવ ઉછાળશે તો નહીને? ત્યારે મનજીબાપુએ ખાત્રી આપી હતી કે, આવું કંઈ થશે તો હું જવાબદાર થઈશ. જોકે, શરૂઆત મા નગ્ન સીડી, બબ્બે મહિલાઓ દ્વારા પોલીસ ફરિયાદ, સમાધાન માં પણ ચોક્કસ રાજનેતા તરફ ઈશારો કર્યા બાદ પોતાના ખુલાસાના અંત મા છબીલ પટેલ લખે છે કે, આ પ્રકરણ માં કોનો હાથ છે, તે કહી શકાય નહીં. પોતે ત્રણ દિવસ વિદેશ પ્રવાસે જતા હોઈ, કોઈને એમ ન લાગે કે હું મોઢું છુપાવી ફરી રહ્યો છું, અને મેં કોઈ ખરાબ કૃત્ય કર્યું નથી એટલે સ્પષ્ટતા કરી રહ્યા છે.
તમામ નાગરિકો પાસે ન્યાય માંગવા પત્ર લખીને તેને શોસ્યલ મીડીયા માં વહેતો કરીને છબીલ પટેલે પોતાને નીતિ મતા વાળા નેતા અને ભૂતકાળની ફરિયાદોમાં પોતે દૂધે ધોયેલા છે એવું દર્શાવવા પ્રયાસ કર્યો છે. પણ, હકીકત એ છે કે, ફરી એકવાર ભાજપનો આંતરિક રાજકીય માહોલ ગરમ બની ગયો છે ભાજપના જ રાજકીય કાર્યકરોની વાત માનીએ તો હજી ઘણા કડાકા ભડાકા થશે.