કચ્છમાં અછતની જાહેરાત તો થઇ પરંતુ મોટી માત્રામા ઘાસનો જથ્થો કચ્છ ન આવતો હોવાની ફરીયાદ દરેક અછતગ્રસ્ત વિસ્તારમાંથી ઉઠતી હતી કેમકે ટ્રક મારફતે જથ્થો વલસાડથી કચ્છ આવતો હોવાથી મોટી માત્રામા એક સાથે કચ્છના પશુઓની સંખ્યા મુજબ જથ્થો કચ્છ પહોચતો ન હતો જો કે આજે રેલ્વે રેક મારફતે કચ્છમા પ્રથમ વખત ઘાસસનો 4.50 લાખ કિ.લો જથ્થો પહોચ્યો હતો આમતો બે મહિના પહેલા આ અંગે સ્થાનીક કલેકટર દ્વારા સરકારમા દરખાસ્ત કરાઇ હતી અને દહાણુ વલસાડથી કચ્છ ટ્રેન મારફતે જથ્થો આવે તેવી માંગ કરાઇ હતી જે અંતે પુર્ણ થઇ હતી અને આજે સવારે જથ્થો ભુજ રેલ્વે સ્ટેશન આવી પહોચ્યો હતો અને ટ્રકમાં જથ્થો લોડ કરી કચ્છના અલગ અલગ વિસ્તારોમાં રવાનો કરવાની કાર્યાવાહી કરાઇ હતી સવારે ટ્રેન મારફતે આવેલા જથ્થા અંગે અધિકારીઓ સાથે સમિક્ષા કરવા આવેલા કલેકટર રેમ્યા મોહને કહ્યુ હતુ કે ટ્રેન મારફતે એક સાથે આટલો જથ્થો આવવાથી રાહત કામગીરી ઝડપી બનશે વલસાડથી કુલ 1 કરોડ કિ.લો ધાસનો જથ્થો આવવાનો છે તે પૈકી આજે ટ્રેન મારફતે 4.50 લાખ કિ.લો ઘાસનો જથ્થો આવ્યો છે અને દિવાળી પહેલા આવી વધુ બે રેક આવે તેવા પ્રયાસો વહીવટી તંત્રના છે કચ્છમાં પશુઓની સંખ્યા વિશેષ છે અને વિસ્તાર લાંબો હોવાથી એક સાથે જથ્થો કચ્છમા આવે તેવા પ્રયત્નો પહેલાથી તંત્રના હતા જે સરકારની મદદથી સફળ રહ્યા છે અને તેનો લાભ કચ્છના અછતગ્રસ્ત વિસ્તારોને મળશે તો દિવાળી પહેલા જથ્થો આવવાથી ચોક્કસ પશુપાલકોને યોગ્ય સમય ઘાસની મદદ મળી રહેશે.