કચ્છના બહુચર્ચીત નલિયાકાંડ અને તે પહેલા ભાજપના કોઇ નેતા કે કાર્યક્રર મહિલા સાથે દુષ્કર્મ કે દુરવ્યવહારમાં ફસાયા હોય તેવુ અનેકવાર બન્યુ છે અને પાર્ટીએ તેમાં ક્યાંક શરમમાં તો ક્યાંક પાર્ટીની બદનામીના બીકે પગલા પણ લીધા છે જ્યારે નલિયાકાંડ મિડીયા ટ્રાયલ શરૂ થયુ કે પાર્ટીએ તુરંત પાર્ટીમાં સંડોવાયેલ ચાર વ્યક્તિઓને સસ્પેન્ડ કરી નાંખ્યા પરંતુ છેલ્લા 3 મહિનાથી કચ્છના બે નેતાઓ વચ્ચે ચાલતો કોલ્ડવોર હવે ખુલીને સામે આવી ગયો છે અને રાજ્ય લેવલે નહી પરંતુ સમગ્ર દેશમાં આ કિસ્સો ચર્ચા જગાવી રહ્યો છે પરંતુ જાણે પ્રદેશ ભાજપને કોઇની શરમ નડતી હોય અથવા બન્ને નેતાઓ જાણે પાર્ટી માટે મજબુરી બની ગયા હોય તેમ પાર્ટી તેમને પ્રાથમીક સભ્ય પદ્દેથી દુર કરવામાં પાછી પાની કરી રહી છે આ બન્ને નેતાઓની લડાઇમા બે દુષ્કર્મ કેસ સામે આવ્યા એક પાંછો ખેંચાઇ ગયો અને બીજામાં પણ કાયદો છટકબારી સામે મજબુર હોય તેમ ફીંડલુ વળી જાય તો નવાઇ નહી પરંતુ અહી પ્રશ્ર્ન એ છે કે સ્ત્રી સશક્તિકરણ,શીષ્ત અનુશાસનની વાત કરતી ભારતીય જનતા પાર્ટી દુષ્કર્મ જેવા કેસોમાં સંડોવાયેલા અને ચર્ચીત કિસ્સા પછી પાર્ટીની ઇમેજના ભોગે આ બન્ને નેતા છબીલભાઇ પટેલ અને જેન્તીભાઇને છાવરી રહી છે.
બન્નેની રાજકીય કારકીર્દી પુરી પરંતુ સભ્યપદેથી દુર કરવામા કોની શરમ ?
જો ભાજપના પ્રદેશ સુત્રોનુ માનીએ તો છબીલભાઇ પટેલ અને જેન્તીભાઇ વચ્ચે થયેલા વિવાદ પછી સામે આવેલા દુષ્કર્મ મામલા બાદ બન્ને નેતાઓ એકબીજા સામે ખુલીને સામે આવી ગયા હતા જેન્તીભાઇએ સ્વૈચ્છિક રાજીનામુ તો આપ્યુ પરંતુ તે પાર્ટીના કાર્યક્રર હજુ છે તો છબીલભાઇ પણ કાર્યક્રર તરીકે ચાલુ છે પરંતુ વિવાદ પછી પ્રદેશના અનેક નેતાઓએ તેમનાથી અંતર બનાવ્યુ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાત સમયે પણ બન્ને નેતાઓ છેલ્લી પાટલીએ બેઠા હતા હા તેમની પાસે બેસનાર કચ્છ ભાજપના બે નેતાઓને પણ પ્રદેશ ભાજપે ઠપકો આપવા સાથે અંતર રાખવા કહ્યુ હતુ જો કે હજુ પાર્ટીએ તેમને સભ્ય પદ્દે ચાલુ રાખ્યા છે તે નવાઇ પમાડે તેવુ છે જો કે સુત્રોનુ માનીએ તો 2019ની ચુંટણી માટે અમિત શાહ ગુજરાત આવે ત્યારે આ બન્ને નેતાઓ સામે કાર્યવાહી થાય તેવી શક્યતા છે જો કે બન્ને નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના હોવાથી કાર્યવાહી ન પણ થાય તો નવાઇ નહી.
જેન્તીભાઇનો વિરોધ પરંતુ કોગ્રેસી ગોત્રના છબીલભાઇ મામલે કોગ્રેસ મૌન
કચ્છના બહુચર્ચીત નલિયાકાંડમાં પણ આમતો કોગ્રેસે વાજતેગાજતે વિરોધ પછી હથિયાર હેઠા મુક્યા હતા પરંતુ જ્યારે ફરી એક નેતા જેન્તીભાઇ નુ નામ દુષ્કર્મ કેસમા ઉછળ્યુ કે કોગ્રેસે વિરોધ કરી ભાજપ બળાત્કારી પાર્ટી હોવાના સુત્ર સાથે વિરોધ કર્યો પરંતુ હવે જ્યારે છબીલભાઇ સામે દુષ્કર્મની ફરીયાદ થઇ છે ત્યારે માત્ર કોગ્રેસ સોશિયલ વિરોધ સાથે સંતોષ માની રહી છે તે પણ કોગ્રેસના કેટલાક કાર્યક્રરોજ જો કે આ મુદ્દે સુત્રોમા ચર્ચા એવી છે કે છબીલબાઇ કોગ્રેસી મુળના હોવાથી કોગ્રેસ ક્યાક આંખની શરમ રાખી રહી છે ભલે કેસ દુષ્કર્મનો હોય
બે નેતાઓ વચ્ચેના કોલ્ડવોરે બે દુષ્કર્મ કેસને જન્મ આપ્યો ચોક્કસ જેન્તીભાઇના કિસ્સામાં ફરીયાદ પાછી ખેંચાઇ જતા અને મનીષા સાથે સમાધાન થઇ જતા મામલો ત્યા પુર્ણ થયો પરંતુ હવે વારો છબીલભાઇનો છે ચોક્કસ વિવાદો પછી છબીલભાઇ નિર્દોષ હોવાના દાવા સાથે સામે આવ્યા છે પરંતુ તેમના પર લાગેલા આરોપો યથાવત છે પરંતુ પ્રશ્ર્ન અહી દેશની સૌથી મોટી પાર્ટીની ઇચ્છા શક્તિનો છે કેમકે નાનકડા જીલ્લામાં ચાલતા વિવાદના પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે પરંતુ ગુજરાત પ્રદેશ ભાજપ તેમની સામે પગલા લેવામાં શરમ કરે છે જો કે લોકોમાં ચર્ચા છે કે આ બે નેતાનો વિવાદ ભાજપ માટે મોટી મુશ્કેલી સર્જશે.