Home Current ગાંધીધામમાં ધાર્મિક બેનરની તોડફોડ અંગે નૂર કમીટી એ કરી ફરિયાદ

ગાંધીધામમાં ધાર્મિક બેનરની તોડફોડ અંગે નૂર કમીટી એ કરી ફરિયાદ

1195
SHARE
ગાંધીધામ માં મુસ્લિમ સમાજ દ્વારા આગામી ૨૧ મી ફેબ્રુઆરી ના યોજાનાર ‘ઇદે મિલાદ’ ની ઉજવણી નું લગાડાયેલ લાઈટ વાળું બેનર તોડવાની ઘટના અંગે પોલીસ ફરિયાદ કરાઈ છે. ગાંધીધામ બી ડીવીઝન પોલીસ મધ્યે નૂર કમીટીના પ્રમુખ ઈબ્રાહીમ હુસેન સમેજા એ લખાવેલી ફરિયાદ અનુસાર ડીપીટી ઓફીસની સામે ઇદે મિલાદ ની ઉજવણી નું લગાડાયેલ લાઈટ વાળું ધાર્મિક બેનર આજે તારીખ/૧૬/૧૧ ના સવારે તૂટેલી ફુટેલી હાલતમાં જોવા મળ્યું હતું. ફરિયાદ માં આ કૃત્ય સંદર્ભે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પગલાં ભરવાની માંગ કરી છે. આ કૃત્ય કોમવાદી તત્વો નું હોવાની પણ શંકા વ્યક્ત કરી છે અને આ કૃત્ય આચરનાર તત્વો ને તાત્કાલિક પકડી પાડવાની માંગ કરી છે. આ ઘટનાની જાણ નૂર કમીટી ના પ્રમુખ ઈબ્રાહીમ હુસેન સમેજાએ મુસ્લિમ આગેવાન અને કોંગ્રેસના પ્રદેશ મંત્રી જુમા રાયમા ને જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે ધસી આવ્યા હતા.

જુમા રાયમાએ કોમવાદી તત્વો સામે પગલાં ભરવા કરી માંગ

ગાંધીધામ મા ઇદે મિલાદ નું બેનર તોડી પાડવાની ઘટના ને વખોડી કાઢી હતી. આ કૃત્ય ને કોમવાદી માનસ વાળા અસામાજિક તત્વોનું ગણાવીને જુમા રાયમા એ ૨૧/૧૧/૧૮ ના ઇદે મિલાદ ના કાર્યક્રમ સુધીમાં ગાંધીધામ માં પોલીસ બંદોબસ્ત ગોઠવવા માંગ કરી છે. ગાંધીધામ માં હિન્દુ મુસ્લિમ સમાજ જયારે સંપી ને રહે છે ત્યારે આ કૃત્ય આચરનાર અસામાજિક તત્વોને પકડી પાડવા પોલીસ સમક્ષ માંગ કરી છે.