Home Current અંજારના યુવાનના ઓપરેશન બાદ શંકાસ્પદ મોતથી અદાણી હોસ્પિટલ ફરી ચર્ચામા

અંજારના યુવાનના ઓપરેશન બાદ શંકાસ્પદ મોતથી અદાણી હોસ્પિટલ ફરી ચર્ચામા

1586
SHARE
NICU વિભાગમા બાળકોના મોતનો મામલો હોય કે પછી હોસ્પિટલમા બેદરકારીથી દર્દીઓના મોતનો વધતો આંકડો પોતાની સુવિદ્યા કરતા અદાણી સંચાલીત જી.કે.જનરલ હોસ્પિટલ હમેંશા વિવાદમા વધુ રહી છે અને તે વચ્ચે અંજારના એક યુવાનના મોતથી ફરી અદાણી સંચાલિત હોસ્પિટલમા બેદરકારીનો મામલો પરિવારના આક્ષેપ સાથે સામે આવ્યો છે 2 દિવસ પહેલા અંજારના ભીમાસર ગામનો યુવાન હોસ્પિટલમા સારવાર માટે દાખલ થયો હતો અને સ્વસ્થ હતો પરંતુ આજે યુવાનનુ એપેન્ડીક્સનુ ઓપરેશન થયુ હતુ જે કલાક ચાલ્યા બાદ અચાનક યુવાનની તબીયત લથડી હતી અને યુવાન થોડી વારમાંજ મૃત્યુ પામ્યો હતો અને તે સાથેજ વિવાદ ઉભો થયો હતો સાંજે યુવાનના મોત બાદ અનેક સામાજીક,રાજકીય અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતા તો પરિવારના સભ્યોમા પણ ઘટનાને લઇને રોષ હતો રવિન્દ્ર જંયતીલાલ જેઠવા જ્યારે સારવાર માટે આવ્યો ત્યારે સ્વસ્થ હોવાના દાવા સાથે પરિવારે આક્ષેપ કર્યો છે કે ઓપરેશન બાદ સ્થિતી ખરાબ થયા બાદ તેને યોગ્ય સારવાર મળી નથી અને તેના પછી અદાણી હોસ્પિટલ મેનેજમેન્ટ યોગ્ય જવાબ આપવાનુ ટાળ્યુ છે જે શંકાસ્પદ છે.
પરિવારે પેનલ પોસ્ટમાર્ટમની માંગ કરીને લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો જોગાનુજોગ આજે એપેન્ડીક્સના બે ઓપરેશન અદાણી હોસ્પિટલમા થયા હતા અને બન્ને યુવકોના મોત થયા હતા બીજો પરપ્રાન્તીય યુવક પણ અંજારથીજ સારવાર માટે આવ્યો હતો જો કે તેના પરિવારે આવી કોઇ ફરીયાદ કરવાનુ ટાળ્યુ હતુ પરંતુ રવિન્દ્રના મોત બાદ વિવાદ થયો હતો અને હોસ્પિટલના અયોગ્ય વર્તન પછી પરિવારે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો અને ન્યાયીક તપાસની માંગ સાથે પેનલ ડોક્ટર અથવા જામનગર ખાતે તેનું પી.એમ થાય અને મોતનુ ચોક્કસ કારણ સામે સામે આવે તેવી માંગ સાથે ડોક્ટરો પર બેદરકારીના આક્ષેપ કર્યા હતા.
અદાણી મેનેજમેન્ટે બચાવ સાથે તપાસમા સહકારની તૈયારી દર્શાવીને આ કિસ્સા અંગે પુછાતા તેઓએ બેદરકારીના આક્ષેપો નકાર્યા હતા અને રવિન્દ્રની તબિયત ખરાબ થતા સતત ડોક્ટરોની ટીમ તેની સ્થિતી અંગે ખડે પગે હતી પરંતુ તે બચી શક્યો ન હતો તેવું જણાવ્યું હતું જો કે અચાનક મોત કઇ રીતે થયુ તે અંગે કોઇ યોગ્ય જવાબ અદાણી મેનેજમેન્ટ આપી શક્યુ ન હતુ પરંતુ ડો. ભાદરકાએ આ અંગે પી.એમ કરાવવા માટે તૈયારી દર્શાવી હતી. અને જામનગર કે ભુજ સ્વજનોને જ્યા પી.એમ કરવાવુ હોય ત્યા સહકાર માટે તૈયારી દર્શાવી હતી
પરિવારના આક્ષેપ અને હોસ્પિટલના જવાબો વચ્ચે હવે મામલો પોલિસ મથકે પહોચે તેવી શક્યતા છે જો કે બીજી તરફ સમજાવટના દોર પણ શરૂ થયા છે અને તે વચ્ચે સ્વજનોએ હાલ તો લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે ત્યારે જોવુ રહ્યુ કે પરિવારને સમજાવી લેવાશે કે પછી પોલિસ ફરીયાદ બાદ મામલાની ન્યાયીક તપાસ થશે? પરંતુ એક વાત નક્કી છે કે ચર્ચામા રહેતી હોસ્પિટલમા વધુ એક મોત સાથે અદાણી મેનેજમેન્ટ ફરી ચર્ચામા આવ્યુ છે.