Home Current મુખ્યમંત્રીની કચ્છ મુલાકાત પહેલા મળેલી સંકલન બેઠકમાં 3 ધારાસભ્યોની ગેરહાજરી વચ્ચે આજે...

મુખ્યમંત્રીની કચ્છ મુલાકાત પહેલા મળેલી સંકલન બેઠકમાં 3 ધારાસભ્યોની ગેરહાજરી વચ્ચે આજે શુ થયુ ?

1977
SHARE
આમતો મહિનાના 3જા શનિવારે રાબેતા મુજબ સંકલન બેઠક યોજાતી હોય છે પરંતુ હાલ જ્યારે કચ્છમાં અછતની સ્થિતી છે ત્યારે ચોક્કસથી સૌ કોઇની નજર આ બેઠક પર હોય તે સ્વાભાવીક છે કેમકે તંત્રના તમામ વિભાગના અધિકારી આ બેઠકમા હાજર હોય છે તેથી સમસ્યાના ઉકેલની શક્યતા વધુ હોય છે જો કે આજે કચ્છમાં અછતની સ્થિતી મુખ્યમંત્રીની સોમવારે મુલાકાત પહેલા કલેકટર કચેરી ખાતે સંકલન બેઠક મળી હતી જેમાં અછતની સ્થિતીના વિવિધ મુદ્દાઓ સાથે મુખ્યમંત્રીના કાર્યક્મ અને હિજરત કરી ગયેલા પશુપાલકો અને વિજવાયર અડફેટે પક્ષીઓના મોત મુદ્દે ચર્ચા થઇ હતી જો કે સૌથી વધુ પ્રશ્ર્નો અછતને લઇને હતા તો કોગ્રેસે પણ સંકલન બેઠક વચ્ચે વિરોધ નોંધાવ્યો હતો.

સંકલન બેઠકમાં ચર્ચાયેલા મુદ્દા : લાંબા સમય બાદ અછત મુદ્દે નિમાબેન બોલ્યા 

લખપત,અબડાસા બાદ કચ્છમા અછતની સ્થિતીને લઇને સૌથી વધુ સમસ્યા છે. કેમકે ભુજના બન્ની વિસ્તારમાં પશુઓની વિશેષ સંખ્યા છે જો કે ભુજના ધારાસભ્ય અત્યાર સુધી અછત મામલે બહુ ઓછુ બોલતા નજરે પડ્યા છે ત્યારે આજે સંકલન બેઠકમાં હાજર રહેલા નિમાબેન આચાર્યએ હિજરત કરી ગયેલા પશુપાલકોને ઘાસકાર્ડ આપવા સાથે જે વિસ્તારમા હિજરત કરી ગયા છે ત્યા ઘાસનો જથ્થો આપવાની રજુઆત કરી હતી તો ભુજીયા ડુંગરના નવા પ્રોજેક્ટ સહિત નગરપાલિકા કચેરી નવી બનાવવા માટે જગ્યા ફાળવવા સહિતના પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા જો કે હિજરતી પશુપાલકો માટે નિમાબેને ઉઠાવેલા પ્રશ્ર્નથી એક વાત નિશ્ર્ચિત બની હતી કે કચ્છમા યોગ્ય અછતની અમલવારી ન થતા પશુપાલકો હિજરત કરી ગયા છે.

ત્રણ ધારાસભ્યો રહ્યા ગેરહાજર 

આમતો ઘણા લાંબા સમયથી સંકલનની બેઠકમાં ધારાસભ્યની પાંખી હાજરી જોવા મળે છે ક્યારે વિરેન્દ્રસિંહ હાજર રહેતા નથી તો ક્યારેક નિમાબેન તો ક્યારેક વાસણભાઇ તો કોગ્રેસના ધારાસભ્ય સંતોકબેન પણ સંકલન બેઠકમાં ઓછા જોવા મળે છે ત્યારે આજે પણ ત્રણ ધારાસભ્યો સંકલન બેઠકમાં હાજર રહ્યા ન હતા જેમા વાસણભાઇ આહિર,સંતોકબેન આરેઠીયા અને વિરેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે અંજાર વિસ્તારમાંથી માલધારીઓ હિજરત કરીને ગયા છે અને રાપર વિસ્તારમા પણ અછત અને ખેડુતોને લગતા અનેક પ્રશ્ર્નો છે તે નોંધનીય છે.

ધારાસભ્ય અંદર હોવા છંતા સંકલન બેઠક બહાર કોગ્રેસનો હલ્લાબોલ 

પ્રદ્યુમનસિંહ જાડેજા તેમના વિસ્તાર સહિત કચ્છની અછતના પ્રશ્ર્નો પવનચક્કીના મુદે લોકોની સમસ્યા અને વિજવાયર અડફેટે અનેકવાર રજુઆતો કરતા આવ્યા છે જે તેઓએ આજે પણ કરી હતી જો કે તે વચ્ચે કોગ્રેસના સભ્યોએ સંકલન બેઠક બહાર ઘેરાબંધી કરી હતી અને અછત મુદ્દે સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો એક સમયે અધિકારીઓએ તેમને સમજાવ્યા પણ હતા કે તેમના ધારાસભ્ય અંદર છે પરંતુ કોગ્રેસે છંતા વિરોધ ચાલુ રાખ્યો હતો કોગ્રેસની માંગ હતી કે મુખ્યમંત્રીની મુલાકાત સમયે કચ્છમાં ઘાસ પાણી મુદ્દે સરકાર નક્કર કામગીરી કરે તો આરોગ્ય સહિતના વિવિધ પ્રશ્ર્નો બાબતે ધારાસભ્યએ રજુઆત કરી હતી તો કોગ્રેસે હલ્લાબોલ સાથે અછતના વિવિધ પ્રશ્ર્નો અને ભાજપના સ્નેહમિલન અંગેના વાંધોઓ સહિતના મુદ્દે કલેકટરને રજુઆત કરી હતી.

કલેકટરે આ મુદ્દા તાકિદે ઉકેલવા કહ્યુ 

કોગ્રેસની માંગણીઓ સાંભળવા બહાર દોડી આવેલા કલેકટરે તેમની માંગણીઓ સાંભળવા સાથે તેના યોગ્ય અને સંતોષકારક જવાબ આપ્યા હતા સાથે પક્ષીઓના વીજવાયર અડફેટે મોત મામલે કમીટીની રચના કરવા સહિતના મુદ્દે સંલગ્ન તંત્રને તાકીદ કરી હતી તો ભુજોડી ફાટક પર સર્જાતી ટ્રાફીક સમસ્યા ઉકેલવા સહિત અછતની સ્થિતી અંગે સમિક્ષા કરી હતી અને તેના પ્રશ્ર્નો સાંભળ્યા હતા તો મુખ્યમંત્રીની કચ્છ મુલાકાત સમયે કાયદો વ્યવસ્થાની સ્થિતી અંગે સમિક્ષા પણ કરી હતી.