કચ્છમા કેન્સરગ્રસ્ત દર્દીઓની સંખ્યા નોંધપાત્ર છે અને કેન્સરના રોગ માટેની તબીબી સુવિધાઓ પ્રમાણ માં ખૂબ જ ઓછી છે. પણ, કેન્સરના દર્દીઓની સેવાની વાત આવે ત્યારે દેશભરમાં આપણાં જ એક કચ્છી માડુ નું નામ દેશભર માં ગાજે છે. એ કચ્છી માડુ ને સુરસ્ટાર અમિતાભ બચ્ચન મળ્યા અને પછી તેમની પ્રવૃત્તિ વિશે જાણ્યા પછી મહાનાયક અમિતાભ બચ્ચને તેમના વિશે શું કહ્યું તે જાણીશું.
કચ્છના પ્રથમ કર્મવીર કે, જેમની સેવા જોઈને અમિતાભ બચ્ચને પણ આપ્યો ચેક..
સહેજ વધુ જાણકારી સાથે વાત કરીએ તો કોન બનેગા કરોડપતિ ના શો માં દર શુક્રવારે સેવાકીય પ્રવૃતિઓ કરનાર કર્મવીરો હોટ સીટ ઉપર બેસીને અમિતાભ બચ્ચનના શો માં સવાલોના જવાબ આપતા હોય છે. પણ, શુક્રવાર તારીખ ૨૩/૧૧/૧૮ ના એપિસોડ શુક્રવારના શો માં કચ્છી માડુ અને કેન્સર ક્ષેત્રે તેમણે કરેલી સેવાની કામગીરી ના કારણે દેશભરમાં કર્મવીર તરીકે જાણીતા એવા હરખચંદ સાવલા હોટસીટ પર બેસીને કોન બનેગા કરોડપતિના પ્રશ્નોનો જવાબ આપશે. મૂળ માંડવી તાલુકાના બાડા ગામના વતની હરખચંદભાઈ અત્યારે મુંબઈ રહે છે. તેમની સંસ્થા ‘જીવનજ્યોત કેન્સર રિલીફ એન્ડ કેર ટ્રસ્ટ’ ની સહાયતા થી હજારો લોકોના જીવન બચી શક્યા છે. ૩૫ વર્ષ પહેલાં મુંબઈમાં રહેતા કચ્છી માડુ હરખચંદ સાવલા એ ૧૫ દર્દીઓ ને ટીફીન આપીને સેવાની શરૂઆત કરી હતી. આજે તેમની સંસ્થા દરરોજ ૭૦૦ દર્દીઓને જમાડે છે એટલું જ નહીં દરરોજ ના સેંકડો કેન્સરગ્રસ્ત દર્દીઓને આર્થિક મદદરૂપ બને છે, અને તેમની કેન્સરની મોંઘી સારવાર ચાલુ રખાવી ને આ દર્દીઓ ને નવજીવન આપે છે. પોતાની ૩૫ વર્ષ ની સેવાકીય કામગીરી દરમ્યાન હજારો દર્દીઓને તેમની સંસ્થા નામ પ્રમાણે જ ‘જીવનજ્યોત’ બની ને મોત ના મુખ માં થી બચાવી ચુકી છે. ન્યૂઝ4કચ્છ સાથે ટેલિફોનિક વાત કરતા હરખચંદ ભાઈ સાવલાએ ‘કર્મવીર’ તરીકે તેમને કોણ બનેગા કરોડપતિ શો માટે મળેલા આમંત્રણ અંગે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. જ્યારે મહાનાયક અમિતાભ બચ્ચને કેન્સરગ્રસ્ત દર્દીઓ ના મુખે હરખચંદ સાવલાની સેવા વિશે જાણ્યું તો તેમણે (અમિતાભે) તેમની સેવાને બિરદાવતા કહ્યું હતું કે, હરખચંદ ભાઈની માતાને પ્રણામ કરતા કહ્યું હતું કે, એમની (માતા) કુખને ધન્ય છે, જેમણે તમારા જેવા સેવાભાવી વ્યક્તિને જન્મ આપ્યો છે.
કચ્છના કેન્સરગ્રસ્ત દર્દીઓ ની સારવાર માટે મુંબઈ મા સહકારની ખાત્રી…
કચ્છ માં કેન્સરના દર્દીઓ ની સંખ્યા વધી રહી છે અને સારવાર પણ મર્યાદિત છે. ત્યારે એક કચ્છી માડુ તરીકે હરખચંદભાઈ કઈ રીતે કચ્છના દર્દીઓ ને મદદરૂપ બની શકે? ન્યૂઝ4કચ્છ ના આ સવાલ નો જવાબ આપતા હરખચંદભાઈ સાવલાએ જણાવ્યું હતું કે, કચ્છ થી કેન્સરના ઘણા દર્દીઓ આવે છે, તેમને તેઓ મદદરૂપ બને છે. જોકે, કેન્સરગ્રસ્ત અન્ય દર્દીઓ પણ મુંબઈ સારવાર માટે આવશે તો પોતે જરૂર થી તેમને મદદરૂપ બનશે એવી ખાત્રી પણ તેમણે આપી હતી. કોન બનેગા કરોડપતિના શો ના અનુભવ વિશે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા હરખચંદભાઈ એ ખૂબ જ આનંદ આવ્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી. ૨૩ તારીખ શુક્રવારે ૯ વાગ્યે સોની ટીવી ઉપર કોન બનેગા કરોડપતિ નો શો નું પ્રસારણ થશે.