હિજરી વર્ષના રબીઉલ અવ્વલ માસની ૧૨ મી તારીખે વિશ્વભરના મુસ્લિમ સમાજ દ્વારા ઇદે મિલાદ ની ઉજવણી કરાય છે. આ પવિત્ર દિવસે ઇસ્લામ ના અંતિમ પયગંબર હઝરત મુહમ્મદ સાહેબ ની જન્મ જ્યંતી હોઈ મુસ્લિમ સમાજ તેમની યાદ માં ‘ઇદે મિલાદ’ ની ઉજવણી કરે છે.
ભુજ ઉપરાંત, ગાંધીધામ, અંજાર, મુંદરા, દયાપર , ભારાસર સહિત કચ્છના નાના મોટા ગામો અને શહેરોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઝુલુસ ઉપરાંત ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમો નું આયોજન કરાયું હતું. કચ્છના જાણીતા મુસ્લિમ આગેવાન હાજી જુમા રાયમા પરીવાર દ્વારા ઇદે મિલાદની ઉજવણી સેવાકીય કાર્યો દ્વારા કરાઈ હતી. રામબાગ સરકારી હોસ્પિટલ મા તમામ દર્દીઓને ૫૦૦ રુ. રોકડા તથા ફળો ની કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે હાજી જુમા રાયમા ની સાથે અન્ય મુસ્લિમ આગેવાનો નાસીરખાન, હાજી અલી સોઢા, લતીફ કેવર,ઈસમાઈલ જંગીયા, ઈસમાઈલ માજોઠી, અઝીઝ દરવાન સાથે રહ્યા હતા. ભચાઉ મધ્યે હાજી જુમા રાયમા ની સાથે સૈયદ લતીફશા, સૈયદ તાજબાપુ, નાસીરખાન, શાહનવાજ શેખ દ્વારા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા ગૌશાળા મા ૨૦૦ મણ ઘાસ નું વિતતરણ કરાયું હતું. આગેવાનો કુલદીપસિહ જાડેજા, હઠુભા સોઢા, પી.સી. ગઢવી, વિજયસિહ ઝાલા, મહેબુબ મલક, આમદશા શેખ, તારમામદ તુર્ક, અનવર ત્રાયા વગેરે હાજર રહ્યા હતા. ભુજ મધ્યે મિન્હાજ ઈન્ટરફૈથ વેલફરે ફાઉન્ડેશન દ્વારા ઇદે મિલાદ પ્રસંગે ડાયાલીસીસ ના દર્દીઓની મદદ માટે ૧૧ હજાર ₹ નો ચેક યુવા સામાજિક કાર્યકર મિતેશ શાહને અર્પણ કરાયો હતો. સાથે સાથે ભીડ નાકા પાસેના સર્કલનું ‘મિન્હાજ સર્કલ’ તરીકે નામકરણ કરાયું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા, યાકુબભાઈ સોનારા, ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરત રાણા, ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, ફકીરમામદ કુંભાર, મુસ્તાક હિંગોરજા ઉપરાંત મિન્હાજ સંસ્થાના ઇમરાન ચૌહાણ, જમાલ જુણેજા સહિતના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.