Home Current ૩૦મીએ શિરાચા(મુંદરા)માં ‘ગૌસેવા’ માટે લોકડાયરો- MLA વિરેન્દ્રસિંહ – પૂર્વ મંત્રી તારાચંદભાઈ દ્વારા...

૩૦મીએ શિરાચા(મુંદરા)માં ‘ગૌસેવા’ માટે લોકડાયરો- MLA વિરેન્દ્રસિંહ – પૂર્વ મંત્રી તારાચંદભાઈ દ્વારા જાહેર આમંત્રણ

5215
SHARE
કચ્છમા વર્તમાન અછત અને દુષ્કાળની પરિસ્થિતિમાં ગૌમાતા ઉપર મોતનું જોખમ ખડું થયું છે. ત્યારે ‘ગૌસેવા’ ના ઉમદા હેતુ સાથે મુંગા અબોલ પશુઓને બચાવવા કચ્છના સામાજિક અને રાજકીય આગેવાનો આગળ આવી રહ્યા છે. જીવદયા ક્ષેત્રે વર્ષોથી કાર્યરત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને પૂર્વ રાજયમંત્રી તારાચંદભાઈ છેડા ના માર્ગદર્શન નીચે ‘ગૌસેવા’ માટે શ્રી સર્વ સેવા સંઘ ના માધ્યમ થી એક સંયુક્ત આયોજન સમિતિ બનાવાઈ છે, સાથે સાથે ૩૦ મી નવેમ્બર શુક્રવારે ‘ગૌસેવા’ માટે ખાસ લોકડાયરાનું આયોજન કરાયું છે.

દેવરાજભાઈ ગઢવી-નાનો ડેરો, હરિભાઈ ગઢવી, ગીતાબેન રબારી, ઘનશ્યામભાઈ ઝુલા, મોરારદાન ગઢવી ને સાંભળવા સાથે ‘ગૌસેવા’ નો લાખેણો અવસર

શ્રી સર્વ સેવા સંઘ આયોજન સમિતિ ના કુલદીપસિંહ જાડેજા (ભચાઉ), જીગર છેડા (કાંડાગરા), પ્રભુભાઈ આર. ગઢવી (મોટી ખાખર), શક્તિસિંહ એમ. જાડેજા (વિરાણીયા), વિજયસિંહ એ. જાડેજા (સમાઘોઘા) ની યાદીમાં જણાવ્યા પ્રમાણે ૩૦ મી નવેમ્બર શુક્રવારે સાંજે ૭/૩૦ વાગ્યે સ્નેહમિલન, સમુહપ્રસાદ અને રાત્રે ૯/૩૦ વાગ્યે લોકડાયરાનું આયોજન કરાયું છે. મુંદરા ના શિરાચા મધ્યે શ્રી દાણેશ્વર મહાદેવ ના મંદિરે આ કાર્યક્રમ યોજાશે. આ લોકડાયરા માં જાણીતા લોક કલાકારો દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો), હરિભાઈ ગઢવી, ગીતાબેન રબારી, ઘનશ્યામભાઈ ઝુલા, મોરારદાન ગઢવી અને સાથી કલાકારો સુર અને સંગીતના સથવારે સંતવાણી ની રસલ્હાણ રેલાવશે. મુંગા પશુઓને બચાવવા ના ઉમદા હેતુ સાથે આયોજિત આ લોકડાયરામાં ઉપસ્થિત રહીને જીવદયા ના ઉમદા કાર્ય માં સહયોગ આપવા શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તેમ જ શ્રી સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ ના પ્રમુખ અને પૂર્વ રાજયમંત્રી તારાચંદભાઈ છેડાએ સૌ કચ્છી માડુઓ ને જાહેર અપીલ કરી છે.

સામાજિક અને રાજકીય આગેવાનો ની ઉપસ્થિતિ

માદરે વતન કચ્છ ના મુંગા અબોલ પશુઓ ને બચાવવા માટે યોજાયેલા લોકડાયરા માં કચ્છના આ સામાજિક અને રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે. કચ્છના મોભી દાનવીર રત્ન માનનીય શ્રી દામજીભાઈ એન્કરવાલા ના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ સમારોહ મા મુખ્ય મહેમાન રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહીર, અતિથિ વિશેષ સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી લક્ષમણસિંહ સોઢા, કચ્છ ભાજપ ના પ્રમુખશ્રી કેશુભાઈ પટેલ, ભુજના ધારાસભ્યશ્રી નિમાબેન આચાર્ય, ગાંધીધામના ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, કચ્છ ભાજપના પ્રભારીશ્રી બીપીનભાઈ દવે, કચ્છ લોકસભા ઇન્ચાર્જશ્રી દિલીપભાઈ ત્રિવેદી અને શ્રી સર્વ સેવા સંઘ મુંદરા ના પ્રમુખશ્રી જાદવજીભાઈ શેઠીયા ખાસ ઉપસ્થિત રહેશે. કચ્છી માડુઓ હમેંશા જીવદયા ના કાર્યમાં અગ્રેસર રહ્યા છે ત્યારે આપણા જ વતન ના પશુઓની રક્ષા માટે ૩૦ મી એ યોજાનાર આ લોકડાયરામાં સૌ કચ્છી માડુઓને ઉપસ્થિત રહી ગૌધન ના પવિત્ર કાર્યમાં આર્થિક સહયોગ આપવા શ્રી સર્વ સેવા સંઘ (કચ્છ) આયોજન સમિતિ દ્વારા જાહેર વિનંતી કરી છે.

લોક ગાયિકા, કચ્છી કોયલ ગીતાબેન રબારી શું કહે છે, સાંભળો..