Home Current મુખ્યમંત્રીની મુલાકાત પછી કચ્છનુ અછત-રાહતનુ ચિત્ર શું?- કલેકટરે જાહેર કર્યા આ આંકડાઓ

મુખ્યમંત્રીની મુલાકાત પછી કચ્છનુ અછત-રાહતનુ ચિત્ર શું?- કલેકટરે જાહેર કર્યા આ આંકડાઓ

1477
SHARE
કચ્છમાં અછતની સ્થિતી દરમ્યાન આમ તો, છેલ્લા બે મહિનાથી ઘાસ અને પાણીની મુશ્કેલી, તેમ જ પશુપાલકોની ફરિયાદોની ભરમાર વચ્ચે જિલ્લા વહીવટીતંત્ર અને સરકાર દ્વારા પરિસ્થિતિ થાળે પાડવાની કવાયત હાથ ધરાઈ છે. જોકે, હાલના તબક્કે એવું કહી શકાય કે ઘાસની તંગી ને પહેલા કરતા હળવી કરવામાં જિલ્લા કલેકટરના પ્રયાસો સફળ થઈ રહ્યા છે અને સ્થિતિ સુધરી છે. ગત 19 તારીખે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુદ વિવિધ કાર્યક્રમો સાથે અછત રાહતની બેઠકની સમીક્ષા સાથે રોજગારી અને ઘાસ નો જથ્થો પહોંચાડવાની કામગીરીમાં ઝડપ લાવવાની જાહેરાત કરી હતી. જોકે, વિવિધ મીડીયામાં પણ અલગ અલગ ગામો માં ઘાસ ગોડાઉન ઉપર ઘાસનો જથ્થો મળતો નહીં હોવાના સમાચારો પણ ચર્ચામાં રહ્યા છે. પરંતુ, આજે કલેકટર રેમ્યા મોહને કચ્છમાં અત્યાર સુધી અછત રાહત માટે કરેલા કામોની યાદી આંકડાઓ સાથે બહાર પાડી છે, અને આંકડાકીય માહિતી સાથે અછત રાહતની કામગીરી યોગ્ય રીતે થઈ રહી હોવાની જાણકારી આપી છે. જિલ્લા માહિતી વિભાગ તરફથી મળેલી સત્તાવાર યાદી મુજબ કચ્છમા આજે વલસાડથી 12 મી રેલ્વે રેક વધુ 4.25 લાખ કિ.લો ધાસ સાથે ભુજ રેલ્વે મથકે પહોંચી હતી, આ સાથે કચ્છમા રેલ્વે રેક મારફતે જ 42.59 લાખ કી.લો ધાસનો જથ્થો કચ્છ આવ્યો છે. તો 41.78 લાખ કિ.લો ધાસનો જથ્થો ટ્રક મારફતે કચ્છ આવ્યો છે. આમ સરકારે અત્યાર સુધી કચ્છમાં 84.46 લાખ કિલો ધાસનો જથ્થો મોકલ્યો છે. સરકારે ફાળવેલ 3.72 કરોડ કી.લો ધાસના જથ્થા પૈકી આ જથ્થો આવ્યો છે. તો ગૌ શાળા પાંજરાપોળને અત્યાર સુધી સરકારે કરેલી મદદના આંકડાઓ જાહેર કરતા કલેકટરે જણાવ્યુ હતુ કે, ગૌશાળા પાંજરાપોળમા અત્યાર સુધી 38.40 લાખ કિલો ધાસનો જથ્થો ફાળવાયો છે. જ્યારે પશુદીઠ 25 રૂપીયાની મદદ સાથે પાંજરાપોળ ગૌશાળાને 3.54 કરોડ રૂપીયા ફાળવાયા છે.

કચ્છની પશુ સંખ્યા પ્રમાણે હજીયે ઘાસનો જથ્થો અપૂરતો…

આમતો કચ્છમા રેલ્વે રેક મારફતે ધાસનો જથ્થો પહોંચતો ન હતો ત્યારે પણ તંત્ર દાવા કરતુ હતુ. કે પુરતુ ધાસ પશુપાલકો સુધી પહોચી રહ્યુ છે. જો કે તે દાવાઓ વચ્ચે પણ પશુપાલકો અને વિપક્ષ કોગ્રેસની ફરીયાદ સાથે માંગણી હતી કે કચ્છમાં પશુઓની સંખ્યા મુજબ ધાસનો જથ્થો મળતો નથી. દરમ્યાન મુખ્યમંત્રીની મુલાકાત અને ઢોરવાડા શરૂ કરવા સહિતની જાહેરાત પછી હવે તંત્રએ અત્યારે ઘાસનો પુરવઠો વધ્યો હોઈ એ આંકડાઓ જાહેર કર્યા છે. પરંતુ લોકોની ફરીયાદ હજુ યથાવત છે. ત્યારે જોવુ એ અગત્યનુ રહેશે કે તંત્રએ જાહેર કરેલા આંકડા પછી વિપક્ષ કોગ્રેસ શુ પ્રતિક્રિયા આપે છે? જોકે,એક વાત ચોક્કસ છે, કે પહેલા કરતા ઘાસનો જથ્થો અને પહોંચવાની ઝડપ ચોક્કસ વધી છે. જે પશુપાલકો માટે રાહતરૂપ છે.