Home Social પાંચ રાજ્યોના ચુંટણી પરીણામથી કોગ્રેસ મોજમાં ભાજપ શોકમાં જાણો કચ્છમાં શુ રહી...

પાંચ રાજ્યોના ચુંટણી પરીણામથી કોગ્રેસ મોજમાં ભાજપ શોકમાં જાણો કચ્છમાં શુ રહી અસર?

2727
SHARE
રાજસ્થાન,છતીસગઢ,મધ્યપ્રદેશ,તેલંગાણા અને મીઝોરમમાં યોજાયેલી વિધાનસભા ચુંટણીના પરિણામો આજે જાહેર થયા અને તેમાં 2014 લોકસભાથી સતત હારનો સામનો કરી રહેલી કોગ્રેસે સૌ કોઇને આંચકો આપી 3 રાજ્યો પર સ્પષ્ટ બહુમતી સાથે ભાજપને મોટો આંચકો આપ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓસરતી અસર વચ્ચે ત્યાના સ્થાનીક પ્રશ્ર્નો પણ હાર માટે જવાબદાર માની શકાય અને અને તેના માટે ભાજપ હાઇકમાન્ડ મનોમંથન કરી રહ્યુ છે. પરંતુ લાંબા સમય બાદ ત્રણ રાજ્યોમાં મોટા વિજય સાથે સમગ્ર દેશમાં કોગ્રેસી કાર્યક્રરો ઉત્સાહીત છે કેમકે આ ત્રણે રાજ્યોમા કોગ્રેસે રાહુલગાંધીની આગેવાનીમાં જીત મેળવી છે 2014 બાદ કોગ્રેસ માટે આ સૌથી મોટી જીત છે અને તે પણ લોકસભાની 2019ની ચુંટણી પહેલા હવે વાત કચ્છની તો કચ્છમાં પણ કોગ્રસના આ વિજયને કોગ્રેસી કાર્યક્રરો ઉત્સવ મનાવવા સાથે વધાવી રહ્યા છે અંજારમાં સવારે ફટાકડા ફોડ્યા બાદ સાંજે ભુજમાં પણ જીલ્લા કોગ્રેસે ફટાકડા ફોડવા સાથે વિજયનો ઉત્સવ મનાવ્યો હતો.

કચ્છ પર ત્રણ રાજ્યોની જીત અસર કરી શકશે ?

2019ની લોકસભા પહેલા સ્વાભાવીક છે આ પરિણામો ઘણા અસર હોઈ શકે કેમકે 2019મા આ પરિણામોને લઇને કોગ્રેસ વધુ ઉત્સાહ સાથે ચુંટણી મેદાનમા ઉતરશે તો ભાજપ માટે હજુ પણ 2019 પહેલા મનોમંથન અને નવી રણનીતી સાથે ચુંટણી મેદાને ઉતરવાનો પડકાર રહેશે પરંતુ આ પરિણામો કચ્છમાં અસર કરી શકે છે આમતો કચ્છ ભાજપનો ગઢ ગણાય છે પરંતુ વિધાનસભામાં 1 બેઠક વધારવા સાથે નવા પ્રમુખની આગેવાનીમાં કોગ્રેસ આંતરીક જુથ્થવાદ મહદઅંશે ડામી શકી છે જ્યારે બીજી તરફ ભાજપ મજબુત તો થઇ રહ્યુ છે પરંતુ આંતરિક વિખવાદ અને જુથ્થવાદ જાહેરમા આવી રહ્યો છે તેવામા કોગ્રેસ જો મજબુત ઉમેદવાર સાથે મેદાને ઉતરે તો ચોક્કસ મજબુત ટક્કર આપી શકે એમ છે બીજી તરફ કચ્છ ભાજપના અનેક નેતા કાર્યક્રરોએ રાજસ્થાન ચુંટણી પ્રચારમા ભાગ લીધો હતો જેમા મોટાભાગની બેઠકો ભાજપે ગુમાવી છે જેનાથી કાર્યક્રરોનો વિશ્ર્વાસ ચોક્કસ નિચે બેઠો હશે તેવામાં ચોકક્સ માનસિક રીતે કોગ્રેસ વધુ મજબુતાઇ સાથે 2019માં ચુંટણી જંગે મેદાને પડશે પરિણામ તો છેલ્લી ઘડીએ નક્કી થાય છે.
વડાપ્રધાન સામે કોગ્રેસનો ચહેરો એવા રાહુલગાંધીના નેતૃત્વની સતત ટીકાઓ વચ્ચે કોગ્રેસે 2014ની લોકસભા ચુંટણી પછી ઘણી ચુંટણીઓ હારી છે પરંતુ એજ રાહુલ ગાંધી અચાનક હીરો થઇને ઉભર્યો છે અને મોદી મેજીકના ભાજપી કાર્યકરોના ભ્રમને તોડ્યો છે જો કે 2019માં તેનો લાભ કોગ્રેસ કેટલો લઇ શકે છે તે તો સમય કહેશે પરંતુ પહેલી વાર ભાજપ ચિંતીત દેખાયુ છે તે વાસ્તવિક્તા છે.