ધૈર્ય છાયા દ્વારા : ફેસબુક અને www.news4kutch.in ના માધ્યમથી દર રવિવારે પ્રકાશિત થતી ઈ – કૉલમ ‘મેળાવો’ ના 7 માં એપિસોડમાં સ્વાગત. મળીએ સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી વિનેશભાઈ અંતાણીને. પ્રાસંગિક વાતથી શરૂઆત કરું.. શ્રી વડનગરા નાગર મંડળ, ભુજ દ્વારા ચાલી રહેલી સ્વ. કવિશ્રી લક્ષ્મીશંકર દુલેરાય વોરા ‘આદર્શ’ અખિલ ગુજરાત નાગર સ્મૃતિ કપમાં આજે સેમી ફાઇનલ અને ફાઇનલ મેચનું આયોજન થશે.. સેમિફાઇનલ સુધી પહોંચી ગયેલી ટીમો ઓરિજિનલ ભુજ V/s જામનગર અને બીજા ગ્રાઉન્ડ પર રમનાર રાજકોટ V/s માંગરોળની ટીમને ફાઇનલમાં પ્રવેશવાની શુભેચ્છા.
સાહિત્યકાર શ્રી વિનેશભાઈ અંતાણી સાથે કરીએ ‘મેળાવો’ . આમતો તેઓ એમના સુપુત્રો મિત અને સેતુ સાથે હૈદરાબાદ સ્થાયી થયા છે પણ કચ્છની વીજળીક મુલાકાતે આવ્યા હતા ત્યારે મુલાકાતની તક ઝડપી લીધી. તેઓ નખત્રાણામાં આપણા પાડોશી રહી ચુક્યા છે.
શ્રી વિનેશભાઈ દિનકરભાઇ અંતાણીનો જન્મ ૨૭મી જૂન ૧૯૬૪ના રોજ કચ્છના માંડવી તાલુકાના નવાવાસ દુર્ગાપુરમાં થયો હતો. તેમના પિતા પ્રાથમિક શાળા શિક્ષક હતા અને તેમનાં માતાજી સાહિત્યમાં રસ ધરાવતા હતા. તેમણે ૧૯૬૨ માં નાખત્રણામાં એસ.એસ.સી. થી માધ્યમિક શાળા સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે ૧૯૬૭ માં ભુજથી ગુજરાતી-હિન્દીમાં બેચલર ઓફ આર્ટ્સ અને ૧૯૬૯ માં ગુજરાતી-સંસ્કૃતમાં માસ્ટર ઓફ આર્ટસ પૂર્ણ કર્યા. વિનેશભાઈએ ભુજના કૉમર્સ કોલેજમાં પાંચ વર્ષ સુધી પ્રાધ્યાપક રહ્યા. 1975 માં વિનેશભાઈ આકાશવાણી પ્રોગ્રામ ડાયરેક્ટર તરીકે જોડાયા અને સ્ટેશન ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયા. એ પછી તેમણે ઇન્ડિયા ટુડે મેગેઝિનની ગુજરાતી આવૃત્તિ સંપાદિત કરી. આકાશવાણીની કપરી નોકરીમાંથી નિવૃત થયા બાદ વિનેશભાઈ અમદાવાદમાં ‘ઇન્ડિયા ટુડે’માં સંચાલન કર્યું. ૧૯૯૮થી નોકરી નિમિતેના કાર્યો બંધ કર્યા અને દોઢ વર્ષ માટે ‘દિવ્યભાસ્કર’ની બુધ અને રવિવારની પૂર્તિ માટે એડવાઈઝર બન્યા. વિનેશભાઈના આકાશવાણીની ફરજ પરના દિવસો કાયમ સંસ્મરણ રૂપે રહી ગયા. તેઓ આકાશવાણી, ભુજ, અમદાવાદ, વડોદરા અને મુંબઈ ખાતે સ્ટેશન ડાયરેક્ટર તરીકેની ફરજ બજાવી.. જીવનનો યુ ટુર્ન હવે આવ્યો..વિનેશભાઈને આકાશવાણીના સ્ટેશન ડાયરેક્ટર તરીકે પંજાબ મોકલાવ્યા. આકાશવાણીનું ચંદીગઢ સ્ટેશન.
થયું એવું કે એ અમયગાળા દરમ્યાન ત્યાં આતંકવાદ હતો.. અને એમના અગાઉના આકાશવાણીના સ્ટેશન ડાયરેક્ટરની હત્યા કરી નાખવામાં આવી હતી.. આવા સંજોગોમાં એમને ફરજ બજાવવી કપરી અને પડકારરૂપ બની. વિનેશભાઈએ સિક્યુરિટી માંગી… ૨૪કલાક સિક્યુરિટી મળી
શરૂઆતના દિવસોમાં તેઓ એકલાજ ચંદીગઢ ગયા હતા, ઘરે એકલા. ભયના ઓછાયા તળે., પણ ત્યારે વિપરીત સંજોગો પર પુસ્તક લખવાનું શરુ કર્યું.,.,આ સમયે કસોટીના સમયે જે લખાય તે જ સાહિત્ય કહેવાય.. એવો અનુભવ થયો. ૧૯૯૬ના અરસામાં લખાઈ ગયું ‘ધૂંધ ભરી ખીણ’ અને એને દિલ્હી સાહિત્ય એકાદમીનો એવોર્ડ પણ મળ્યો. વિકટ પરિસ્થિતિમાં રહીને જે કામ કર્યું એનું શ્રેષ્ઠ પરિણામ આવ્યું. સાહિત્ય એ જ છે જે ઊંડાણપૂર્વક લખાય એવું વિનેશભાઈનું માનવું છે.
વિનેશભાઈએ નગરવાસી, (૧૯૭૪), એકાંતદીપ (૧૯૭૫), પલાશવન, (૧૯૭૯), પ્રિયજન (૧૯૮૦), અસોપાવ, અનુરુવ (૧૯૮૩), બીજું કોઈ નથી, (૧૯૮૩), સુરજની પાર દરિયો, (૧૯૮૪), જીવનલાલ કથામળા, (૧૯૮૬), ફાંસ, (૧૯૮૭), કાફલો, (૧૯૮૮), સર્પદંશ , (૧૯૮૯), નવવંશ, (૧૯૯૦), પાતાળગઢ, (૧૯૯૨), લુપ્તંદી, (૧૯૯૩), ‘અહીં સુધી આકાશ’, સરોવર, ‘ધુંધ ભરી ખીણ’ ‘ધાડ’, (૨૦૦૩), અંતર્ગત, (૨૦૦૨), તેમની ‘ધુંધભરી ખીણ’ને પંજાબમાં રાજકીય અશાંતિ વચ્ચે રહેતા લોકોનું વર્ણન કરવામાં આવ્યું હતું
વિનેશભાઈએ હિન્દી લેખક નિર્મલ વર્માનું ‘એક ચીંથરું સુખ’ નું ભાષાંતર કર્યું.તેમણે ગુજરાતીમાં એરીચ સેગલની લવ સ્ટોરીનું ભાષાંતર પણ કર્યું.
તેમણે રેડિયો નાટકો, લીલા વાંસનો ટહુંકો અને માલિપા લખી છે. તેમણે હિન્દી નાટ્યકાર મણિ મધુકરના ગુજરાતીમાં અંધારી નગરીનું ભાષાંતર કર્યું.
પ્રિય મોરારીબાપુએ પ્રતિવર્ષ મહુવા ખાતે યોજાતા ‘અસ્મિતા પર્વ’ ટાણે વિનેશભાઈને ખાસ કચ્છના ડો. જયંત ખત્રી વિષે બોલવાનું કહ્યું. વિનેશભાઈને મનુભાઈ પંચોળી ‘દર્શક એવોર્ડ’ મળી ચુક્યો છે. કનૈયાલાલ મુન્શી સુવર્ણચંદ્રક પણ એમના ફાળે છે. ‘નર્મદ’ સાહિત્ય એકાદમીનો એવોર્ડ પણ.
વિનેશભાઈ હાલ લોક કથાઓનો આધાર લઈને સાત શ્રેણી તૈયાર કરી છે, જે પુસ્તક ટુંકજ સમયમાં પ્રાપ્ય બનશે, ‘કરાયલ કેયૂરી અને બીજી વાર્તાઓ’.
માંડવીની સંસ્થા વિવેકાનંદ ટ્રેનિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા ‘ધીણોધર સંભરણ’ પુસ્તક વિનેશભાઈનું છે. ‘એક હતો વિનેશ’ આત્મકથા. વિનેશભાઈના ૪૪થી વધુ પુસ્તકો છે. જેમાં નવલકથા, નવલિકા, નિબંધો, સંગ્રહ, સંપાદન તેઓએ કર્યા છે., ‘પ્રિયજન’ એમનું સૌથી જાણીતું પુસ્તક. જેની ૧૮ જેટલી આવૃતિઓ પ્રસિદ્ધ થઇ. ડો. જયંત ખત્રીની વાર્તાને ફિલ્મના સ્વરૂપમાં પટકથા સંવાદો પણ વિનેશભાઈએ લખ્યા છે. એમના જીવનમાં સાહિત્યનો કંઈક અલગ જ ટચ છે જે જાણી આનંદ થયો.