Home Current નાતાલનુ વેકેશન – કચ્છનુ ધોરડો હાઉસફુલ : બે દિવસ ગુજરાતી ફિલ્મના સમ્રાટ,...

નાતાલનુ વેકેશન – કચ્છનુ ધોરડો હાઉસફુલ : બે દિવસ ગુજરાતી ફિલ્મના સમ્રાટ, 29મીએ ભારતના સમ્રાટ રાષ્ટ્રપતી કચ્છમા

2034
SHARE
કચ્છ નહી દેખા તો કુછ નહી દેખાના સ્લોગન સાથે શરૂ થયેલી કચ્છના ટુરીઝમની સફર બાદ હવે કચ્છનુ સફેદ રણ સમગ્ર વિશ્વમાં આજે ખ્યાતનામ થયુ છે. કચ્છમા અછતની સ્થિતી વચ્ચે પણ કચ્છનુ પ્રવાસન ક્ષેત્ર ધમધમી રહ્યુ છે. ત્યારે નાતાલના મીની વેકેશનમા પણ કચ્છમાં હજારો પ્રવાસીઓ આવે તેવી પુરી શક્યતા છે. અને અત્યારથીજ કચ્છની તમામ હોટલ હાઉસફુલ થઇ રહી છે. જો કે સૌથી વધુ આકર્ષણ ધોરડોમા મહેમાન બનનાર બે વ્યક્તિઓ માટે છે એક ગુજરાતી ફિલ્મ “સમ્રાટ”નો હિરો મલ્હાર ઠાકર અને બીજા પ્રથમવાર કચ્છ આવતા ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

બે દિવસ ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર મલ્હાર ઠાકર “સાહેબ” કચ્છના મહેમાન

ગુજરાતી ફિલ્મોનો જાણીતો અને દર્શકોના મનનો માનીતો ચહેરો એટલે ‘મલ્હાર ઠાકર’. ‘લવની ભવાઈ’ અને ‘શરતો લાગુ’ જેવી સુપર હીટ ફિલ્મો આપ્યા પછી મલ્હાર ઠાકર અને તેમનું હોમ પ્રોડક્શન “ટીકીટ વિન્ડો એન્ટરટેનમેન્ટ’ ૨૦૧૯ની સૌથી મોટી ફિલ્મ ‘સાહેબ’ લઈને આવી રહ્યા છે. મલ્હાર ઠાકર કહે છે, “મને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ગુજરાતી ઓડીયન્સે ખુબ પ્રેમ આપ્યો છે. “સાહેબ” ફિલ્મથી મારે એ પ્રેમ અને સન્માનનું ઋણ ઉતારવાનું છે. ‘સાહેબ’ ફિલ્મથી મારે ગુજરાતી ફિલ્મને એક ડગલું આગળ લઇ જવી છે. આ ફિલ્મ એ મારો ડ્રીમ પ્રોજેક્ટ છે.” “સાહેબ” ફિલ્મ વિષે વધુ જણાવતા મલ્હાર ઠાકર કહે છે, આ ફિલ્મ એક સંપૂર્ણ પારિવારિક મનોરંજન છે. અહીં દર્શકોને પેટ-પકડીને હસાવે એવી કોમેડી છે, તમારી આંખના ખૂણા ભીના કરી દે એવી ઈમોશન્સ છે. એક્શન છે..ટૂંકમાં આ એક પૈસા વસુલ ફિલ્મ છે. આ ફિલ્મમાં એક લડાયક મિજાજના યુવાનની વાત છે. એક રીતે જોઈએ તો પોતાની અસ્તિત્વની લડાઈની આ ફિલ્મ છે તેમની મુલાકાત અને તેમના વિષે રણોત્સવ ના ઓપરેશન્સ હેડ ભાવિક શેઠે એક યાદી માં જણાવ્યું હતું.

29 તારીખે દેશના રાષ્ટ્રપતી ધોરડોની મુલાકાતે

સામાન્ય રીતે નાતાલની રજા હોવાથી ઘણા પ્રવાસીઓ કચ્છના ધોરડો અને કચ્છના ટુરીસ્ટ પોઇન્ટ પર ફરવા માટે આવે છે. અને ચાલુ વર્ષે પણ 31 તારીખ સુધી રણ ઉત્સવમા ભારે ટ્રાફીક હતો જો કે હવે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદ ધોરડોની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. 29 તારીખે બપોર બાદ આવ્યા બાદ તેઓ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળશે તો એક શક્યતા એવી પણ છે. કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ટેન્ટમા રોકાણ કરતા ત્યા રાત્રી રોકાણ કરે સુરક્ષાને ધ્યાને રાખી 29 તારીખે થયેલા તમામ બુકીંગ અત્યારથી રદ કરી દેવાયા છે. અને ટેન્ટસીટીથી લઇ કચ્છમા સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઇ છે. તો તંત્ર રાષ્ટ્રપતી સાથે ગુજરાતના મુખ્યમંત્રી સહિત મહાનુભાવોની આગતા સ્વાગતાની તૈયારીમા લાગી ગયુ છે. રામનાથ કોવીંદ દેશના પ્રથમ રાષ્ટ્રપતી છે જે કચ્છના ધોરડો સફેદરણની મુલાકાત લેશે આ પહેલા ઉપ રાષ્ટ્રપતી સફેદરણની મુલાકાત લઇ ચુક્યા છે.
કચ્છનુ સફેદ રણ અને તેનો આકર્ષક જાદુ છેલ્લા 7 વર્ષથી અકબંધ છે. અને હજુ પણ સફેદ રણના સંમોહનને નિહાળવા માટે લાખો સહેલાણીઓ આવી રહ્યા છે. ત્યારે વધુ એક સપ્તાહ કચ્છ ટુરીસ્ટોની અવરજવરથી ધમધમતુ થશે જો કે રાષ્ટ્રપતીની સુરક્ષાને લઇને બે દિવસ સુધી પ્રવાસીઓ સફેદરણની મઝા માણી નહી શકે પરંતુ 31 તારીખે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટે તેવી શક્યતા છે. તો ફિલ્મ કલાકારો તેમના ફિલ્મ પ્રમોશન માટે પણ હવે ધોરડોની પસંદગી કરી રહ્યા છે.