ધૈર્ય છાયા દ્વારા: શ્રી ભુજ વડનગરા નાગર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ ૨૨ અને ૨૩મી ડિસેમ્બરના રોજ ભુજ ખાતે અખિલ ગુજરાત નાગર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના યુવા ક્રિકેટરોને એક મંચ પર લાવવાના પ્રયાસો હેતુ સ્વ. કવિ શ્રી લક્ષ્મીશંકર દુલેરાય વોરા “આદર્શ” સ્મૃતિ કપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ત્તારીખ ૨૩મી ડિસેમ્બરના રોજ ભુજના જ્યુબિલિ ગ્રાઉન્ડ ખાતે બહોળી સંખ્યા વચ્ચે ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી. જેમાં રાજકોટ અને ભુજ ઓરિજીનલસ વચ્ચે અત્યંત રસાકસી ભરી મેચમાં ટીમ રાજકોટ સતત ત્રીજી વખત ચેમ્પિયન થઈ હતી…જયારે ભુજ ઓરિજિનલ્સ રનર્સપ રહી હતી. ભુજ ટીમના સુકાની તરીકે રાકેશ વૈદ્ય અને રાજકોટ ટીમના સુકાની તરીકે ધવલ અંતાણી રહ્યા હતા.
સ્વ. કવિ શ્રી લક્ષ્મીશંકર દુલેરાય વોરા “આદર્શ” પરિવારના શ્રીમતી મંજરીબેન ભરતભાઇ અંજારીયાએ રનિંગ ટ્રોફીની જાહેરાત કરી હતી જેનો નાગર મંડળે ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે લદાખના લેફટર્નલ કમાન્ડન્ટ અંકિત ધોળકિયાનું મંડળ દ્વારા ખાસ સ્મૃતિ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી નાગર મંડળે તમામ દાતાઓ અને ભાગ લેનાર તમામ ટિમો અને તમામ જ્ઞાતિજનો અને પડદા પાછળના જ્ઞાતિ કાર્યકારો કે જેઓ ની મહેનત થકી જ આ મોટું આયોજન શક્ય બન્યું છે તેઓનો આભાર માન્યો હતો. ભાગ લીધેલી ટિમોમાં ઓરિજિનલ્સ, ભુજ, શિવશક્તિ, ભુજ, અમદાવાદ, રાજકોટ, એવેંજર્સ, ભુજ, ગાંધીનગર, જામનગર, સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર, જૂનાગઢ, માંગરોળ, પોરબંદર, અંજાર ટીમોએ ભાગ લીધો હતો. જ્યુબિલી ગ્રાઉન્ડ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, મીરઝાપર ગ્રાઉન્ડ પર આ ટીમોને જુદા જુદા ગ્રાઉન્ડ પર રમાડવામાં આવી હતી. નાગર મંડળ દ્વારા હાટકેશ કોમ્પલેક્ષ ખાતે સુવ્યવસ્થિત રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કલાકારોના મનોરંજન માટે મ્યુઝિકલ હાઉઝીનો સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ક્રિકેટ મેચ નિહાળવા મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉમટ્યા હતા.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચિરાગ દેસાઈ મેન ઓફ ધ સિરીઝ થયા હતા તો બેસ્ટ બેટ્સમેન ડો. નિલય ધોળકિયા , બેસ્ટ કીપર નિશાંત વોરા, બેસ્ટ બોલર આકાશ પોટાને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. આયોજનને સફળ બનાવવા આલોક ધોળકિયા, ભૌમિક વછરાજાની, રુચિર વૈષ્ણવ, નિશાંત વોરા, પ્રતીક ધોળકિયા, ભાવિન વોરા, અભિજીત ધોળકિયા, અંકિત વૈદ્ય, હર્ષ વૈદ્ય, અંકિત અંજારિયા વી. એ જહેમત ઉઠાવી હતી.