Home Current કાર્યક્રમો નહીં લોકોના કામ કરો – ભુજમાં CM નો વિરોધ કરતા કોંગ્રેસી...

કાર્યક્રમો નહીં લોકોના કામ કરો – ભુજમાં CM નો વિરોધ કરતા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત

2279
SHARE
કચ્છ આવેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રવાસ કાર્યક્રમનો ભુજ મધ્યે વિરોધ કરતા કચ્છ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. કચ્છ કોંગ્રેસના પ્રવક્તા દિપક ડાંગર અને ઘનશ્યામસિંહ ભાટી એ ન્યૂઝ4કચ્છ સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે વર્તમાન અછત ની પરિસ્થિતિમાં સરકાર કાર્યક્રમો કરવા ને બદલે કચ્છ ના પ્રશ્નો ઉકેલી લોકો ના કામ કરે તે માટે મુખ્યમંત્રી નું ધ્યાન દોરવા આ વિરોધ કાર્યક્રમ નું આયોજન કચ્છ કોંગ્રેસે કર્યું હતું. ૬૫ જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરાઈ હોવાનો દાવો કરતા કચ્છ કોંગ્રેસના પ્રવક્તાઓ એ જણાવ્યું હતું કે, આ વિરોધ કાર્યક્રમ માં જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, કચ્છ કોંગ્રેસના પ્રભારી જયદીપસિંહ મોરી, રફીક મારા, કલ્પનાબેન જોશી, ડો. રમેશ ગરવા, અશરફશા સૈયદ, પૂર્વ પ્રમુખ નરેશ મહેશ્વરી સહિતના અન્ય આગેવાનો કાર્યકરો જોડાયા હતા.

કાર્યક્રમો નહિ, કામ કરો

પોતાના વિરોધ કાર્યક્રમ સંદર્ભે કચ્છ કોંગ્રેસે ટકોર કરી છે કે, સરકારે અછતના સમય માં કાર્યક્રમો ના તાયફા બંધ કરી તેમાં સમય અને પૈસા વેડફવા ને બદલે લોકો ના પ્રશ્નો ઉકેલવામાં ધ્યાન આપે. અત્યારે કચ્છ માં અછત રાહત કામ તાત્કાલિક શરૂ કરી લોકો ને રોજગારી પુરી પાડવા, પીવા ના પાણી ની વ્યવસ્થા કરવા, ઘાસ ની અછત ના કારણે પશુઓ ભૂખે ટળવળી રહ્યા છે, ત્યારે પશુ પાલકો ની વ્યથા સાંભળી સરકાર પૂરતી ઘાસની ફાળવણી કરે તે જરૂરી છે. વિરોધ કાર્યક્રમને પગલે પોલીસ દ્વારા કરાયેલી અટકાયત સામે આક્રોશ વ્યક્ત કરતા કચ્છ કોંગ્રેસે સરકાર દ્વારા લોકોના અવાજને દબાવવાનો આક્ષેપ કર્યો હતો.