જન સેવા સંસ્થા અને મુન્દ્રા પોલીસ ઍ બાળક ને પરિવાર સાથે મિલન કરાવ્યું
મુન્દ્રા ના ટ્રાફિકથી ધમધમતા ડાક બંગલા પાસે આજે બપોરે 3વર્ષનો બાળક તેના મા બાપ થી વિખૂટો પડી જતાં ખૂબ જ રડતો હતો ..ત્યારે ઍ વિસ્તારમાં ઝરપરા ગામના વાલજી ગઢવી, કરસન ગઢવી અને ઉંમર વાઘેરે ઍ બાળક ને સાથે લઈ મા બાપ ને શોધવા પોતાના વાહન થી મુન્દ્રા ના વિવિધ વિસ્તારો માં નીકળ્યા હતા અને છેલ્લે મુન્દ્રા પોલીસને સુપ્રત કર્યો હતો આ બનાવ અંગે ત્યાંથી પસાર થતા મુન્દ્રા પીપ્લેશ્વર મહાદેવ મંદિરના કિરણગિરી ગોસ્વામીઍ જન સેવાની હેલ્પલાઇન પર ફોન કરતા સંસ્થાના રાજ સંઘવી પ્રથમ ડાક બંગલા બાદમાં પોલીસ મથકે પહોંચ્યા હતા બાદ માં તરત જ મુન્દ્રા પી આઈના માર્ગદર્શન હેઠળ સંસ્થા દ્વારા ઍ બાળક ની તસ્વીર સોશિયલ મીડિયા માં મુકતા 15મિનિટમાં જ ઍ બાળકના પિતા ફારૂક ચાકીઍ ફોન કર્યો અને પોલીસ મથક ઍ પહોંચ્યા હતા આ અંગે ફારૂક ચાકીઍ જણાવ્યું હતું કે અમારા બુખારી દરગાહ પાસેના મકાન પાસે થી 3વર્ષ નો તનવીર અહીં રમતા રમતા ડાક બંગલે આવી પહોંચ્યો હતો છેલ્લે મુન્દ્રા પોલીસ મથકના પી આઈ એમ. એન. ચૌહાણની ઉપસ્થિતિ માં રાઇટર નારાણભાઈ રાઠોડ,ઍ.એસ. આઈ. ગીતા બેન મહેશ્વરી,રવજી ભાઈ આહિર,100નંબર વાહનના બહાદુરસિંહ જાડેજા અને સંસ્થા વતી રાજ સંઘવી ઍ વિખૂટા પડેલા તનવીરનું અઢી કલાક બાદ તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.