કચ્છના એક દિવસના પ્રવાસે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી લખપત અને ભુજના પોતાના કાર્યક્રમ બાદ એકાએક ભુજના કેમ્પ વિસ્તારમાં પહોંચી ગયા હતા. આમતો, તેમના સત્તાવાર પ્રવાસ યાદીમાં આ કાર્યક્રમ ન હતો પરંતુ અચાનક મુખ્યમંત્રીએ હાલમાંજ ભચાઉ નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલા એકજ પરિવારના 11 મૃત્યુ પામનાર સભ્યોના ઘરની મુલાકાત લીધી હતી. અને નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી રાહતનીધી ફંડમાંથી અકસ્માતમાં મૃત્યુ પામનાર ચાર પરિવારના 11 સભ્યોને પાંચ પાંચ લાખ રૂપીયા આપવાની જાહેરાત કરી હતી. પાંચ દિવસ પહેલા ભુજનો કોટિયા પરિવાર ધાર્મીક સ્થળે દર્શન કર્યા બાદ ગાંધીધામ જઇ રહ્યો હતો ત્યારે ચીરઇ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં પરિવારના 11 સભ્યો મૃત્યુ પામ્યા હતા આજે રાજ્યમંત્રી વાસણભાઈ આહિર,સ્થાનીક ધારાસભ્ય અને સાંસદ સાથે મુખ્યમંત્રી કોટિયા પરિવારના ઘરે પહોચ્યા હતા અને તેમને સાંત્વના આપી રાજ્ય સરકાર તરફથી સહાયની જાહેરાત કરી પોતાની સંવેદના દર્શાવી હતી. એકજ પરિવારના અલગઅલગ ચાર કુટુંબના 11 સભ્યો અકસ્માતની દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા અને તે સમયે પણ મુખ્યમંત્રીએ તંત્રને મદદ માટે સુચના આપી હતી. આજે પોતાના કચ્છના પ્રવાસ દરમ્યાન મુખ્યમંત્રીએ તેમના ઘરની મુલાકાત લીધી હતી.