ધૈર્ય છાયા દ્વારા : ‘મેળાવો’ 10 ફેસબુક અને www.news4kutch.in કચ્છના માધ્યમથી દર રવિવારે પ્રકાશિત થતી ‘ઈ’ – કોલમ ‘મેળાવો’ના 10માં એપિસોડમાં સ્વાગત. હરિવશરાય બચ્ચનની પંક્તિઓ થી જ આ ‘મેળાવો’ની શરૂઆત કરવી પડશે.. ‘ ગીરે.. ગીર કર ઉઠે .. ઉઠ કર ચલે.. ‘
મળીએ શ્રી જયદીપભાઈ ચમનલાલભાઈ માંકડને. જીવનનો સંઘર્ષ જોઈ ચૂકેલા જયદિપ યુવાનો માટે પ્રેરણારૂપ છે. પિતાશ્રી ચમનલાલભાઈ ગોધરા, આધોઇ અને દુધઈમાં વેટરનરી ડોક્ટર તરીકેની ફરજ પર હોવાથી જયદિપભાઈનો શિક્ષણકાળ ૨૧ વર્ષ ત્યાં જ વીત્યો. ભુજમાં આવ્યે ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયા. આમતો ૨૬/૦૫ના એમનો જન્મ પણ હવે તેઓ વધુ એક તારીખ ઉમેરે છે.. ૨૬/૦૧. હા.. ૨૦૦૧નો ભૂકંપ એમના જીવનમાં સંઘર્ષ લઈને આવ્યો…. ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા જયદિપભાઈ નાઈટ ડ્યુટી કરી ઘરે પરત ફરે છે.. અને ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ના ધરતી ધણ ધણી ઉઠે છે… કુદરતી એમના ધર્મપત્ની અને ૮ મહિનાનું બાળક સોમનાથ – વેરાવળ ગયા હોય છે અને એમના માતુશ્રી નિરુપમાબેન અને ચમનલાલભાઈ દેવ દર્શને ગયા હોય છે… શીલા એમના પર પડી અને એમના એક પગમાં ત્રણ ક્રેક થઇ ગઈ… એ ટાણે હોમગાર્ડઝમાં બજાવેલી ફરજ કામ આવી .. ઈજાગ્રસ્ત જયદિપને હોમગાર્ડઝના ઝુનૂને હામ આપી. અને હવે કૃત્રિમ પગ જ ઉપાય હતો. એ દરમ્યાન બિદડા સર્વોદય ટ્રસ્ટમાં સારવાર લીધી.. નાગર જ્ઞાતિ દ્વારા જયદિપભાઈ પરિવારને માંડવીના હાટકેશ્વેર મંદિરમાં રહેવાની ખાસ સગવડ કરી આપવામાં આવી. મુંબઈની એપોલો હોસ્પિટલે માંડવીની ગોકુલ હોસ્પિટલ દત્તક લીધી હતી.. વધુ સારવાર ત્યાં મેળવી.. જયદીપભાઈને હાથમાં પણ સારી એવી ઈજાઓ પહોંચી હતી.. ત્યારે ફેમસ ફિઝિયોથેરાપિસ્ટ ડો. અલી ઈરાનીએ જયદીપને સારવાર આપી. હાથના આંગળા એમને એક્ટિવ કરાવ્યા… એ દરમ્યાન માંડવીની રાણા હોસ્પિટલ દ્વારા પી એન્ડ આર સોસાયટી દ્વારા પગ બેસાડવા એડ્વાઇઝ કરવામાં આવી. અને સળંગ ૬ મહિના સુધી બેડ રેસ્ટ મેળવી રહેલા જયદીપને નવું જીવન મળ્યું…અને એ પગની મદદથી પ્રથમ માંડવીના વિજય વિલાસ ગયા. એ દરમ્યાન જાવેદ જાફરી સાથે પણ મુલાકાત થઇ… અને જયદિપની વ્યથા જાણી.. ‘આજતક’ ટીવી ન્યુઝ ચેનલે પણ જયદિપની મુલાકાત લીધી. આકાશવાણીએ જયદિપને ખાસ બોલાવી વાર્તાલાપ કર્યો. એમના પિતાજી ચમનલાલભાઈ હિમત ના હારવા જોશ પૂરું પાડ્યું ને કહ્યું કે.. ‘જયદીપ ક્યાંક નોકરીએ લાગી જા.’ એમના પિતાજી એમના ગુરુ બની આશીર્વાદ આપ્યા.. અને જયદીપ કામે લાગી ગયા.. શરૂઆતમાં આર.ઓ. પ્લાન્ટના વેચાણમાં જોડાયા અને હાલ તેઓ પોતાનો બિઝનેસ સફળતા પૂર્વક ચલાવે છે. પરિવારના સભ્યો એ જયદીપભાઈ ને ખુબ હિમ્મત આપી.. ભાઈ નિપુણ પણ ખડે પગે ઉભા રહ્યા. જીવન સંગીની શ્રીમતી સંગીતાબેને ખભે ખભા મિલાવી એમને સાથ આપ્યો.. દાયકા જેટલી સતત સંઘર્ષમય લાઈફ રહી.. જેમાં સંગીતાબેને બખૂબી સેવા કરી. કાબિલે દાદ. આટલા બધા સંઘર્ષમાંથી પસાર થઇ.. હવે જયદિપ પોતાનો બિઝનેસ કરી રહ્યા છે.. જર્મન ટેક્નોલોજી જેવી આધુનિક પદ્ધતિથી ‘ટેન્ક વોશ’ના વર્ક લે છે જેના માટે એમનો પોતાનો સટાફ તૈનાત રાખ્યો છે.
૨૦૦૧ના ભૂકંપ પહેલા લગભગ દોઢેક વર્ષ પહેલા જ જયદિપના લગ્ન થયેલા..એમના સાસુજીએ એમને ‘પારદ શિવલિંગ’ ભેટ આપ્યું હતું.. જે ભુકંપ પછી પણ અકબંધ રહ્યું છે.. શ્રદ્ધાની જીત.
ભૂકંપ દરમ્યાન લાયન્સ અસરગ્રસ્તોની વહારે આવ્યું.. તો સુરતની જેમ્સ એન્ડ જેવલર્સએ પણ વસાહત ઉભી કરી સહયોગ આપ્યો..સાચે જ.. ‘હિમ્મતના હાર.. ચલ ચલા ચલ’…
लहेरोंसे डर कर नौका पार नहीं होती… कोशिश करने वाले ली हार नहीं होती..