Home Current ભુજમાં કોર્ટની અંદર થયેલા હુમલાને પગલે વકીલોમાં આક્રોશ – જાણો શું આપી...

ભુજમાં કોર્ટની અંદર થયેલા હુમલાને પગલે વકીલોમાં આક્રોશ – જાણો શું આપી વકીલોએ ચીમકી?

2401
SHARE
ભુજમાં કોર્ટની અંદર જ થયેલા હુમલાની ઘટના સંદર્ભે ભુજ બાર એસોસિએશને ઘેરા પ્રત્યાઘાત આપ્યા છે. કોર્ટ માં હુમલો કરનારા આરોપીઓની ધરપકડ કરીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરીને સુરક્ષાના મુદ્દે તંત્ર સમક્ષ એક દિવસની હડતાલની ચીમકી ઉચ્ચારી છે. ભુજ બાર એસોસિએશનના પ્રમુખ અનિલ જોશીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે તારીખ ૧૬/૨ ના ભુજ બાર એસોસિએશનના તમામ વકીલ સદસ્યો કોર્ટના કામ થી અળગા રહેશે અને સુરક્ષાના મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરતું આવેદનપત્ર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ, કલેકટર અને ડીએસપીને આપશે. વકીલોની માંગ છે કે, ભુજની કોર્ટ અંદર સુરક્ષા વ્યવસ્થા માટે સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરાય, કામ વગર બહારના લોકો માટે કોર્ટ સંકુલમાં પ્રવેશબંધી કરાય, કામસર કોર્ટમાં આવતા મુલાકાતીઓને આઈડી સાથે જ કોર્ટ પરિસરમાં પ્રવેશ આપવા તેમ જ સીસી ટીવી કેમેરા લગાડવામાં આવે. કોર્ટની અંદર ચુસ્ત સુરક્ષા જળવાય તે માટે કાયમી યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ પણ વકીલોની છે.