Home Current શહીદોને શ્રદ્ધાંજલિ – કાલે ભુજ બંધ- ચેમ્બરની અપીલને મુસ્લિમ હિતરક્ષક સમિતિનો ટેકો

શહીદોને શ્રદ્ધાંજલિ – કાલે ભુજ બંધ- ચેમ્બરની અપીલને મુસ્લિમ હિતરક્ષક સમિતિનો ટેકો

1262
SHARE
પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા. જેના સમગ્ર દેશ સહિત સરહદી કચ્છમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. શહીદ સૈનિકોના પરિવાર માટે આર્થિક મદદની પહેલ કરાઈ છે. તો, તાલુકા મથકો અને ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં ઠેર ઠેર શહીદ જવાનોને અંજલી અપાઈ રહી છે. ભુજ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ વતી પ્રમુખ અનિલ ગોરે આતંકવાદી પ્રવૃત્તિઓ પ્રત્યે વિરોધ દર્શાવવા માટે સમગ્ર ભુજના વ્યાપારીઓને આવતીકાલ સોમવારે પોતાના વ્યવસાય બંધ રાખવા અપીલ કરી છે. જેને ભુજ ના વિવિધ વ્યાપારી એસોસિએશન દ્વારા ટેકો જાહેર કરાયો છે. ભુજ ચેમ્બરની બંધની અપીલને ટેકો આપીને અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિ વતી પ્રમુખ ઇબ્રાહિમ હાલેપોત્રાએ ભુજના મુસ્લિમ વિસ્તારોના નાના મોટા સૌ વ્યાપારીઓ, ચા તેમ જ પાનબીડીના ધંધાર્થીઓને તેમ જ રીક્ષા એસોસિએશનને પણ બંધ પાળવા અપીલ કરી છે.