૧૬ અને ૧૭ ફેબ્રુઆરીના રોજ સામખીયાળી મધ્યે ઊંટ મેળો યોજવામાં આવ્યો જેમાં કચ્છ, ભાવનગર, ભરૂચ અને આણંદથી ઊંટ પાલકો જોડાયા હતા, ઊંટ પાલકોને પ્રોત્સાહન મળે તે હેતુથી કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન અને સહજીવન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ ઊંટ મેળો યોજવામાં આવ્યો હતો.
કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન ના પ્રમુખ ભીખાભાઈ વાઘાભાઇ રબારીએ તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ મેળામાં અરજણભાઈ રબારી (ગોપાલ બોર્ડ)એ ઊંટ પાલકો ને સરકારી યોજનાઓના લાભ મળે તે માટે કામગીરી કરવા જણાવ્યુ હતું, ફકીરાણી જત સમુદાયના ધર્મ ગુરુ આગાખાન સાવલાણીએ ઊંટડીના દૂધના મહત્વ અને ચરિયાણ સંરક્ષણ અંગે જાણકરી આપી હતી, અશોકસિહ ઝાલાએ ચેરિયાના સંરક્ષણ માટે સહયોગ આપવા ખાત્રી આપી હતી, નરેશભાઈ મહેશ્વરીએ સંગઠન દ્વારા કામગીરીને બિરદાવી હતી, ડૉ.રાકેશભાઈ ત્રીવેદી(સરહદ ડેરી)એ ઊંટડીના દૂધ કલેક્શન અને ગુણવતા યુક્ત દૂધ આપવા માહિતી આપી હતી, સહજીવનના ડૉ. પંકજભાઈ જોશીએ માલધારીઓની આજીવિકા અને ચરિયાણ સંરક્ષણ માટે સહયોગ આપતા રહેવા અંગે જાણકારી આપી હતી મહેન્દ્ર ભાનાણી (કેમલ પ્રોગ્રામ કોઓડીનેટર)એ સંગઠનની કામગીરી અગે માહિતી આપી હતી, નાગલબેન બાડા (જી.પ.સદસ્ય) ભરતભાઈ ઠક્કર અને દેવજીભાઈ રબારી (પ્રમુખ, રબારી સમાજ)ના મહાનુભાવો હાજર રહી માલધારીઓ ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
ભરૂચ, ભાવનગર, આણંદથી ખાસ ઊંટ પાલકો હાજર રહ્યા હતા રાત્રે સંગીત પ્રોગ્રામમાં જત કલાકારો મોહાડી અને અલ્યાબેટ થી આવ્યા હતા જેમણે સુરંદા પર સંગીતના સૂર રેલાવ્યા હતા તો રબારી બહેનો ઢોલ પર રાસ રમ્યા હતા.
પ્રોગ્રામ નું સંચાલન વિભાભાઇ રબારી એ કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા જબારભાઈ સમા, મહેશ ગરવા, હનીફભાઈ હિંગોરજા, ઇમરાનભાઈ મુતવા, નવીનભાઈ ભાનુશાળી અને મુકેશ સેનમાં એ કામગીરી કરી હતી. સંગઠનના કારોબારી સભ્યો નુરભાઇ જત, આમદભાઈ જત, હમીરભાઈ ઈશ્માલ જત, હુશનભાઈ જત,આમદભાઈ જત, રામાભાઈ રબારીએ જવાબદારી સભાળી હતી.
ઊંટ હરિફાઈના વિજેતાઓ
આ કાર્યક્રમમાં યોજાયેલી વિવિધ હરિફાઈઓમાં ઇનામ જીતનાર ની માહિતી જાણીએ
જત નૂરમાંમદ માંથીનાની કચ્છી ઊંટડીએ એક સમયમાં ૫ કિલો અને ૩૦૦ ગ્રામ દૂધ આપી પ્રથમ નબર મેળવ્યો હતો, જત મેરુ અલીની ખારાઈ ઊંટડીમાં એક ટાઈમ નો ૩ કિલો 500 ગ્રામ દુધ સાથે પ્રથમ નબર મેળવ્યો હતો. તે સિવાયની હરિફાઈઓમાં જોઈએ તો..
1ખારાઈ નર તદુરસ્ત
જત કરીમ મુસ્તફા
2ખારાઈ નર તદુરસ્ત
જત મેરુ અલી
3ખારાઈ નર તદુરસ્ત
જત મામદ મોબીન
1ખારાઈ માદા તદુરસ્ત
જત કરીમ ઉમર
2ખારાઈ માદા તદુરસ્ત
જત આરબ ઉમર
3ખારાઈ માદા તદુરસ્ત
જત સતાર વલુ
1કચ્છી નર તદુરસ્ત
જત ઇભ્રામભાઈ
2કચ્છી નર તદુરસ્ત
જત ઈશ્માઈલ નુર માંમાંદ
3કચ્છી નર તદુરસ્ત
જત હનીફ રેહમાન
1કચ્છી માદા તદુરસ્ત
જત આરબ નુરમામદ
2કચ્છી માદા તદુરસ્ત
જત મુસ્તફા ઇભ્રામ
3કચ્છી માદા તદુરસ્ત
જત હુસેન નુરમામદ
1દૂધ દોહન – ખારાઈ
જત મેરુ અલી
2દૂધ દોહન – ખારાઈ
જત આરબ અલી
3દૂધ દોહન – ખારાઈ
જત ઉમર અબ્દ્રેમાન
1દૂધ દોહન – કચ્છી
જત નુરમામદ માંથીના
2દૂધ દોહન – કચ્છી
જત ખમીશા મેરુ
3દૂધ દોહન – કચ્છી
જત જુમા હમીર
1ઉન કતરાઈ
જત ઇભ્રામ ગુલમામદ
2ઉન કતરાઈ
જત ઇશાક સોનું
3ઉન કતરાઈ
થુડીયા મુશાભાઈ બપુડા