Home Current સ્મૃતિ ઈરાની સામે પશ્ચિમ કચ્છ પોલીસ ફરિયાદ દાખલ કરે – કચ્છના કોંગ્રેસી...

સ્મૃતિ ઈરાની સામે પશ્ચિમ કચ્છ પોલીસ ફરિયાદ દાખલ કરે – કચ્છના કોંગ્રેસી કાર્યકરોની માંગ

2881
SHARE
જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે, તેમ તેમ રાજકીય માહોલ ગરમ બનતો જાય છે. કચ્છ કોંગ્રેસના બે યુવા કાર્યકરોએ કેન્દ્રીય કાપડમંત્રી અને ભાજપના ફાયરબ્રાન્ડ મહિલા નેતા સ્મૃતિ ઇરાનીની સામે પશ્ચિમ કચ્છ પોલીસ વડા સમક્ષ લેખિત અરજી દ્વારા ફરિયાદ નોંધવાની માંગ કરી છે. આજે ૧૬/૩/૧૯ ના પશ્ચિમ કચ્છ ડીએસપીને ઉદ્દેશીને કચ્છ કોંગ્રેસના બે યુવા કાર્યકરો ધીરજ ગરવા અને અંજલિ ગોર દ્વારા ગત તારીખ ૧૩/૩/૧૯ ના નવી દિલ્હી મધ્યે ભાજપ દ્વારા આયોજિત પ્રેસ કોનફરન્સને ટાંકી ને કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઈરાનીની વિરુદ્ધ અરજી કરાઈ છે. આ અરજીમાં જણાવ્યા પ્રમાણે સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી તેમ જ પ્રિયંકા રોબર્ટ વાડ્રા વિરુદ્ધ જે ઉચ્ચારણ, મનઘડત આક્ષેપો અને તેમના અંગત જીવનને બદનામ કરવાનો જે પ્રયાસ કર્યો છે, તેના કારણે દેશના લોકોની સાથે પોતાની (ધીરજ ગરવા અને અંજલી ગોર) ની લાગણી દુભાઈ છે. કોંગ્રેસના કાર્યકર્તા તરીકે પોતાના નેતાઓ રાહુલ ગાંધી તેમ જ પ્રિયંકા રોબર્ટ વાડ્રા વિરુદ્ધ ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીના આવા નિવેદનો સામે આઇપીસી ૪૯૯,૫૧૧,૩૨૩,૧૧૪ મુજબ એફઆઈઆર નોંધવા માંગણી કરી છે. પોલીસને કરાયેલ અરજીની સાથે ધીરજ ગરવા અને અંજલિ ગોરે તે પત્રકાર પરિષદની વિડીઓ સીડી પણ સામેલ હોવાનું જણાવ્યું છે.