Home Current મુસ્લિમ અને હિન્દુ સમાજના અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો સામે જુમા રાયમાની કડક...

મુસ્લિમ અને હિન્દુ સમાજના અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો સામે જુમા રાયમાની કડક ટિપ્પણી – તંત્ર અને સમાજને પણ કરી ટકોર

3052
SHARE
કચ્છના રાજકીય અને સામાજિક આગેવાન હાજી જુમા રાયમાએ મીડીયા મારફતે એક જાહેર અપીલ કરી છે. જે અપીલ દ્વારા તેમણે મુસ્લિમ અને હિન્દુ સમાજના અમુક અસામાજિક તત્વો દ્વારા બન્ને સમાજની લાગણીને ઠેસ પહોંચાડીને કચ્છની કોમી એકતાને ખંડિત કરનારાઓને જાકારો આપવા મુસ્લિમ અને હિન્દુ સમાજને જાહેર અપીલ કરી છે. તેમજ આવા તત્વોની અસામાજિક પ્રવૃત્તિને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે. જેમાં ભુજ તાલુકાના વરનોરા ગામમાં ઝડપાયેલા ગૌ હત્યાના કતલખાનાના આરોપીઓને ઝડપી પાડવા તંત્રને અપીલ કરી છે. તેમજ મુસ્લિમ સમાજ વતી ગૌ હત્યાના કૃત્યને વખોડીને ઊંડા દુઃખ ની લાગણી વ્યક્ત કરી છે. તો, એક મુસ્લિમ તરીકે એવું કોઈ કૃત્ય ન કરવા અપીલ કરી છે કે, જે કૃત્યથી પોતાના હમવતની હિન્દુ ભાઈઓને દુઃખ પહોંચે કે તેમની લાગણીને ઠેસ પહોંચે. ગૌ હત્યાના બનાવોમાં હિન્દુ ભાઈઓના દુઃખ સાથે મુસ્લિમ સમાજ પણ સાથે હોવાનું તેમણે જણાવ્યું છે. સાથે સાથે હાજી જુમા રાયમાએ અમુક અસામાજિક તત્વો કે જે મુસ્લિમ સમાજ અને મુસ્લિમ ધર્મ વિશે ઝેર ઓકે છે તેમ જ વાતાવરણ ખરાબ કરે છે. એ કૃત્ય પણ વખોડવા લાયક છે. એક ગ્રુપ કે જે ઝેર ઓકતા ભાષણો કરીને મુસ્લિમ સમાજને દુઃખ પહોંચાડે છે. આમ, હિન્દુ અને મુસ્લિમ સમાજ એ બન્ને સમાજને દુઃખ પહોંચે એવી પ્રવૃત્તિ કરનારા અસામાજિક તત્વોના કારણે કચ્છની કોમી એકતાને નુકસાન પહોંચે છે. આવી પ્રવૃત્તિ કરતા તત્વોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જુમા રાયમાએ વહીવટીતંત્ર ને ટકોર કરી છે તો બન્ને સમાજને પણ અપીલ કરી છે કે, આવી પ્રવૃત્તિ કરતા તત્વોને જાકારો આપે.