Home Current લોકસભામાં કચ્છ કોંગ્રેસના ઉમેદવાર તરીકે નરેશ મહેશ્વરી નિશ્ચિત – ગુજરાતની ૬ બેઠકોના...

લોકસભામાં કચ્છ કોંગ્રેસના ઉમેદવાર તરીકે નરેશ મહેશ્વરી નિશ્ચિત – ગુજરાતની ૬ બેઠકોના નામ જાહેર

2557
SHARE
લોકસભા ૨૦૧૯ ની ચૂંટણીમાં કચ્છ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે નરેશ મહેશ્વરીનું નામ નિશ્ચિત મનાઈ રહ્યું છે. એઆઇસીસી દ્વારા ગુજરાતની ૬ લોકસભા બેઠકો પરના કોંગ્રેસના ઉમેદવારના નામની જાહેરાત કરાઈ હોવાનું પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેર કર્યું છે. જોકે, સત્તાવાર જાહેરાત બાદ ગુજરાત કોંગ્રેસે પોતાના ૬ બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત હોળાષ્ટક બાદ ધૂળેટીની રજા પછી જાહેર કરવાનું નક્કી કર્યું હોઇ અત્યારે મીડિયામાં નિશ્ચિત મનાતા નામોની જાહેરાત થઈ રહી છે. તે અંતર્ગત મોરબી કચ્છ બેઠક માટે અત્યારે નરેશ મહેશ્વરીનું નામ નિશ્ચિત ચાલી રહ્યું છે. જોકે, કોંગ્રેસની સતાવાર યાદી બાદ જ નરેશ મહેશ્વરીનું નામ ફાઇનલ ગણી શકાય. નરેશ મહેશ્વરી સિવાય એક તબક્કે જીજ્ઞેશ મેવાણી (વડગામ) કોંગ્રેસના ટેકા સાથે ચૂંટણી લડે તેવી ચર્ચા હતી. તેમના સિવાય કોકિલાબેન પરમાર (મહેસાણા) નું નામ પણ ચર્ચામાં હતું. પરંતુ, કચ્છમાં બારાતું ઉમેદવારો ચાલતા નથી તેમ જ કચ્છના કોંગ્રેસી આગેવાનો દ્વારા પણ સ્થાનિક સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવાની માંગ કરી હોઇ સ્થાનિક નામોમાં નરેશ મહેશ્વરીનું નામ અન્ય કરતા વધુ મજબૂત દાવેદાર તરીકે ઉભર્યું હોઈ તેઓ પક્ષના ચહેરા તરીકે અન્ય કરતા આગળ છે. પણ, કોંગ્રેસી આગેવાનોએ પ્રદેશ કોંગ્રેસ દ્વારા જ્યાં સુધી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી પોતાનું નામ નહીં લખવાની શરતે ન્યૂઝ4કચ્છને જણાવ્યું હતું કે 99.99 % નરેશ મહેશ્વરીનું નામ ફાઇનલ છે, અને, છેલ્લી ઘડીએ તેમાં કોઈ ફેરફાર થાય તેવી શકયતા પણ ઓછી છે, પણ રાજકારણમાં કયારેક છેલ્લી ઘડીએ ફેરફાર થઈ જવાની શકયતા પણ હોય છે. ભૂતકાળમાં પણ આવું થઈ ચૂક્યું છે. નરેશ મહેશ્વરીની રાજકીય કેરિયરની વાત કરીએ તો, કચ્છ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. મૂળ માધાપર ભુજના નરેશ મહેશ્વરી યુવા વયથી જ કોંગ્રેસના કાર્યકર તરીકે કાર્યરત છે. છેલ્લા ૨ દાયકા કરતાંયે વધુ સમયથી કચ્છ કોંગ્રેસના કાર્યકર્તા તરીકેનો દીર્ઘ અનુભવ ધરાવે છે. કચ્છ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળમાં કચ્છની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, નગરપાલિકા અને વિધાનસભાની ચૂંટણીઓ લડાઈ ચુકી હોઈ તેમની પાસે પૂર્વ જિલ્લા પ્રમુખ તરીકે ચૂંટણી લડવા અંગેનો સારો એવો અનુભવ છે. તેમના નેતૃત્વમાં કોંગ્રેસે કચ્છમાં બે વિધાનસભા બેઠકો પણ જીતી છે.