મોરબી કચ્છ લોકસભા ચૂંટણી ૨૦૧૯ માં ભાજપના ઉમેદવાર તરીકે વિનોદ ચાવડાના નામની સતાવાર જાહેરાત કરાઈ છે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આજે ગુજરાતના ૧૫ ઉમેદવારોની યાદી જાહેર કરાઈ તેમાં વિનોદ ચાવડાનું નામ પ્રથમ ક્રમે રહ્યું હતું. સૌથી નાની વયે સાંસદ બનનાર વિનોદ ચાવડાને ભાજપે રિપીટ કર્યા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની ગુડ બુક માં હતા.
વિનોદ ચાવડા સાંસદ તરીકેની તેમની ગ્રાન્ટના ૧૦૦ ટકા વપરાશની વાત હોય કે પછી કેન્દ્ર સરકારની યોજનાઓનો સીધેસીધો લાભાર્થીને લાભ આપવાની વાત હોય તેઓ સૌથી વધુ સક્રિય રહ્યા છે. જિલ્લા પંચાયત થી તેઓ સંસદમાં પ્રવેશ્યા પછી પણ લોકો સાથે તેમનો સંપર્ક યથાવત રહ્યો છે. ગત લોકસભાની ચૂંટણીમાં તેમનો ૨ લાખ ૫૫ હજાર મતોથી વિજય થયો હતો.