ભુજની ભાગોળે સેડાતા પાસે ટ્રક અને બલેનો કાર અથડાતાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના આ બનાવમાં ભુજની ગુવાર શેરી, વાણીયાવાડમાં રહેતા ૧૮ વર્ષીય વંશ તુષાર શેઠનું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર બે યુવાનો સાથે એક યુવતીને ગંભીર ઈજાઓ થઈ હતી. જે પૈકી એક ઇજાગ્રસ્તનું નામ મિત અરવિંદ રાજ્યગુરુ (માધાપર) છે. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત અન્ય એક યુવાન અને યુવતીની હજી ઓળખ થઈ શકી નથી. અકસ્માતના આ સમાચારને પગલે હોસ્પિટલમાં જૈન સમાજ ઉપરાંત જથ્થાબંધ બજારના વ્યાપારીઓ ઉમટી પડ્યા હતા. અકસ્માતના આ બનાવની તપાસ ભુજ બી. ડિવિઝન પોલીસે હાથ ધરી છે.