કચ્છમાં 108ની ટીમ જરૂરતમંદ દર્દીઓ માટે સંકટ સમયની સાંકળ બનીને ઉભરી છે અને અનેક દર્દીઓને નવજીવન આપ્યું છે પણ, ભુજના મિરઝાપર ગામે બનેલો આ કિસ્સો આપણા મન અને હૃદયને ભીંજવી મૂકે તેવો છે ગઈકાલે મધરાતે ભુજ 108ની ટીમને એક કોલ મળ્યો હતો કે એક પ્રસૂતા માતા મુશ્કેલીમાં છે તરતજ 108ની ટીમ કોલ મળ્યો હતો એ અઝીઝભાઈના ઘેર પહોંચી ગઈ ત્યાં જોયું તો તેમના પત્નીની હાલત કફોડી હતી, અધુરા મહિને પ્રસૂતિની પીડા ઉપડી હતી 108 ના EMT ભદ્રેશ પટોળીયા અને પાયલોટ હિરેન ચિત્રોડિયાએ સમય વેડફયા વગર જ પ્રસૂતા મહિલાને એમ્બ્યુલન્સમાં લઇને હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી પણ, પ્રસવ પીડા વધુ હોઈ તરતજ એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ કરાવવાની ફરજ પડતાં કોઠાસૂઝ સાથે તેમણે પ્રસૂતિ કરાવી હતી પરંતુ, અધુરા માસે પ્રસુતિ કરાવી હોઈ નવજાત બાળકના ગળમાં નાળ વીંટળાઈ ગઈ હતી અને નવજાત શિશુના હૃદયના ધબકારા બંધ હતા જોકે, તરતજ 108ની ટીમે તેમને મળેલી તાલીમ પ્રમાણે કૃત્રિમ શ્વાસોશ્વાસ તેમજ હૃદયનું પંપિંગ કરી નવજાત શિશુની સારવાર કરી હતી આ મહેનત રંગ લાવી અને એમ્બ્યુલન્સમાંજ મધરાતે એક માસૂમ ફૂલ ખીલી ઊઠ્યું પોતાના પરિવારના નવજાત શિશુને મળેલી નવી જિંદગી થી ખુશ થઈને સૌએ 108ની ટીમનો આભાર માન્યો હતો આ સમયે સૌની આંખો ભીની થઇ ગઇ હતી.