
ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે આજે ભુજમાં મોરબી કચ્છ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીએ પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું ભુજમાં યોજાયેલા કોંગ્રેસના સંમેલન સ્થળેથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા જોકે, ચૂંટણી આચારસંહિતા અંતર્ગત કોંગ્રેસની રેલીને ૧૦૦ મીટર દૂર અટકાવી દેવાઈ હતી ત્યાંથી પાંચ ટેકેદારો સાથે નરેશ મહેશ્વરીએ કલેકટર રેમ્યા મોહન સમક્ષ પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું જોકે, નામાંકન પત્ર ભર્યા પહેલા ભુજ મધ્યે કચ્છ કોંગ્રેસ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું સંમેલન મધ્યે કચ્છ, મોરબી, માળીયા વિસ્તારના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં કોંગ્રેસી નેતાઓએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ કચ્છમાં દુષ્કાળ, અછતની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું જણાવ્યું હતું તો, ઉદ્યોગોના કારણે પર્યાવરણને થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી રાપરના ધારાસભ્ય સંતોકબેન પટેલે મોંઘવારીએ માઝા મૂકી હોવાનું જણાવીને ગૃહિણીઓની હાલત મોંઘવારીના કારણે કફોડી હોવાની લાગણી વ્યક્ત કરી હતી નર્મદાની વાતો વચ્ચે કચ્છમાં પાણીની તંગીથી ખેડૂતોથી માંડીને તમામ લોકો દુઃખી હોવાનું જણાવ્યું હતું મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પોતાની સાથે માળીયા મોરબીના ૧૫૦ થી વધુ આગેવાનો અને કાર્યકરો આવ્યા હોવાનું જણાવીને તેમના વિસ્તારમાં વધુ લીડ અપાવવાની જાહેરમાં ખાત્રી આપી હતી જિલ્લા પંચાયતના સદસ્ય સલીમ જતે ભાજપના શાસનમાં મુસ્લિમ સમાજને અનેક મુશ્કેલીઓ નડી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો કચ્છનો મુસ્લિમ સમાજ કોંગ્રેસ સાથે હોવાનો દાવો પણ સલીમ જતે કર્યો હતો કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર નરેશ મહેશ્વરીએ એક નાના કાર્યકર્તા તરીકે પોતાને ટિકિટ મળી તેનો શ્રેય કોંગ્રેસને આપ્યો હતો તેમણે ભાજપના શાસનમાં મોરબી અને કચ્છ વિસ્તારમાં લોકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાનું જણાવી ખેડૂતો, ગૃહિણીઓ, વ્યાપારીઓ દુઃખી હોવાનો આક્ષેપ કર્યો હતો કાર્યક્રમમાં કચ્છ લોકસભા બેઠકના ઇન્ચાર્જ ખુરશીદ સૈયદ, જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, કચ્છ કોંગ્રેસના પ્રભારી હીરાભાઈ જોટવા, ધારાસભ્યો બ્રિજેશ મેરજા (મોરબી), સંતોકબેન પટેલ (રાપર), પ્રદ્યુમ્નસિંહ જાડેજા (અબડાસા), વરિષ્ઠ આગેવાનો ઉષાબેન ઠકકર, શિવદાસ પટેલ, મહેશભાઈ ઠક્કર, શિવજીભાઈ આહીર, વાલજીભાઈ દનીચા, શંકરભાઈ સચદે, શૈલેન્દ્રસિંહ જાડેજા, નવલસિંહ જાડેજા, પ્રદેશ મંત્રીઓ રવિન્દ્ર ત્રવાડી, ભરત ઠકકર, અરજણ ભુડિયા, રફીક મારા, જયદીપસિંહ મોરી, કલ્પનાબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેજની વ્યવસ્થા રમેશ ગરવા, ઘનશ્યામસિંહ ભાટીએ, કાર્યક્રમનું સંચાલન શામજીભાઈ આહીર, મીડિયાનું સંકલન ગનીભાઈ કુંભાર, દિપક ડાંગર, પી.સી. ગઢવી, સભાની વ્યવસ્થા અંજલી ગોર, ધીરજ રૂપાણીએ સભાળી હતી.