કાળઝાળ ગરમીભર્યા માહોલ વચ્ચે કચ્છમાં સોમવારે વહેલી સવારે અચાનક મોસમનો મિજાજ બદલાઇ ગયો હતો ધૂળની ડમરીઓ વચ્ચે પવન ફૂંકાતા વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાયું હતુ કચ્છમાં વિવિધ જગ્યાએ આ પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો ભારે પવનને લીધે કચ્છનાં ગાંધીધામ શહેરમાં તો વીજળીનાં થાંભલા પડી જવાને લીધે રસ્તો પણ બંધ થઇ ગયો હતો
હવામાન સાથે સંકળાયેલા સૂત્રોનાં જણાવ્યા મુજબ, પશ્ચિમી વિક્ષોભને કારણે હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે અચાનક પલટાયેલા વાતાવરણથી રાજ્યમાં ગરમીમાં મોખરે રહેનારા કંડલા એરપોર્ટના તાપમાનનો પારો 42થી નીચે ઉતરીને 27 ડીગ્રી સુધી પહોચી ગયો હતો
હવામાનમાં ઓચિંતા ફેરફારને કારણે જયાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી ત્યાં ભારે પવનને લીધે ઘર ધૂળથી ભરાઈ ગયા હતાં કચ્છનાં ભુજ, ગાંધીધામ સહીતનાં શહેરો ઉપરાંત કંડલા, માંડવી તથા મુન્દ્રા જેવા બંદરિય વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોસમનાં આ બદલાયેલા મિજાજની અસર જોવા મળી હતી