આજે સવારથી જ બદલાયેલા મોસમના મિજાજનો અનુભવ સમગ્ર કચ્છમાં અનુભવાયો હતો કાળઝાળ ગરમીના માહોલમાં એકાએક આવેલા હવામાનના પલટાથી ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાયો હતો. સવારથીજ ફૂંકાઈ રહેલા પવનને પગલે ગરમીનું પ્રમાણ ઘટ્યું હતું જોકે, રસ્તા ઉપર ધૂળની ડમરીઓ સતત ઊડતી રહી હતી તો, અનેક જગ્યાએ વરસાદ જેવો ધાબડીયો માહોલ પણ સર્જાયો હતો.
ભુજીયો ધૂળ માં ઢંકાયો, કંડલા બંદરે પવન ફૂંકાયો, જખૌમાં બાર્જ ડુંબ્યુ
વેગીલા પવનની અસર તળે ઊડતી ધૂળના કારણે ભુજમાં ભુજીયો ડુંગર ધૂળ વચ્ચે ઢંકાઈ ગયો હતો. ભુજ, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા, ભચાઉ સહિત સમગ્ર કચ્છ ના શહેરી વિસ્તારો અને હાઇવે તેમ જ ગ્રામ્ય વિસ્તારોમાં સતત ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય છવાયું હતું ખાસ કરીને દ્વિ ચક્રી વાહન ચલાવનાર ચાલકો અને રાહદારીઓને ઘણાં પરેશાન થયા હતા
કંડલા, મુન્દ્રા અને જખૌ બંદરે પણ ભારે પવનની અસર અનુભવાઈ હતી પોર્ટના ટ્રાફીકને પણ અસર થઈ હતી દરમ્યાન જખૌ બંદરે મીઠાં ભરેલા બાર્જ સાથે ૭ ખલાસીઓ દરિયામાં ડૂબી ગયા હતા જેમને કોસ્ટગાર્ડ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરાતાં ૬ ખલાસીઓને બચાવી લેવાયા હતા જ્યારે ૧ ખલાસીનો હજી સુધી પત્તો મળ્યો ન હોઈ તેની દરિયામાં શોધખોળ કરાઈ રહી છે તો, દરિયો તોફાની બનવાની ચેતવણીના ભાગ રૂપે માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપીને તેમને બોટ સાથે કિનારે રહેવા જણાવાયું છે.