Home Current મોબાઈલ કે ઈલક્ટ્રોનિક્સ ગેજેટ્સ લઈ મતદાન કરવા ગયા તો થશે કાયદેસરની કાર્યવાહી...

મોબાઈલ કે ઈલક્ટ્રોનિક્સ ગેજેટ્સ લઈ મતદાન કરવા ગયા તો થશે કાયદેસરની કાર્યવાહી – જાણો કલેકટરે શું આપી સૂચના?

957
SHARE
કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રેમ્યા મોહને મતદાન તેમજ મતગણતરીની પ્રક્રીયા સંદર્ભે ખાસ જાહેરનામું બહાર પાડ્યું છે જે અંતર્ગત તારીખ ૨૩મી એપ્રિલે કચ્છમાં મતદાન થવાનું છે ત્યારે મતદાન સમયે મતદાન મથકોની આજુબાજુના ૨૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ, મોબાઈલ ફોન, બ્લૂ ટ્રુથ પેન, કેમેરા રેકોર્ડર ડીવાઇસીસ કે વાયરલેસ ફોન જેવા ઉપકરણો લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓ, આગેવાનો, કાર્યકરો કે પછી મતદારો હોય જે કોઈ જાહેરનામાના આ નિયમનો ભંગ કરશે તેમની સામે જાહેરનામાનો નિયમ ભંગ કરવા બદલ કાયદાકીય પગલાં ભરવામાં આવશે.

મતગણતરી માટે પણ બહાર પડાયું છે, ખાસ જાહેરનામું

આગામી ૨૩ મી મેએ મતગણતરી થવાની છે એટલે, ૨૩ મી મેથી ૨૭મી મે દરમ્યાન મતગણતરી કેન્દ્ર સંદર્ભે ખાસ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે જ્યાં મતગણતરી થવાની છે, એ મતગણતરી કેન્દ્રની આજુબાજુ ૨૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ, મોબાઈલ ફોન, બ્લૂ ટ્રુથ પેન, કેમેરા રેકોર્ડર, ડીવાઇસીસ કે વાયરલેસ ફોન જેવા ઉપકરણો લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવારો, નેતાઓ, આગેવાનો, કાર્યકરો કે પછી અન્ય કોઈ વ્યક્તિઓ હોય જે કોઈ જાહેરનામાનો ભંગ કરશે તેમની સામે જાહેરનામાનો નિયમભંગ કરવા બદલ શિક્ષાત્મક કાયદાકીય પગલાં ભરવામાં આવશે.