Home Current કચ્છ કોંગ્રેસમાં લોકસંપર્કનો ધમધમાટ – કદીર પીરઝાદા સાથેની બેઠક બાદ મુસ્લિમ નેતાઓની...

કચ્છ કોંગ્રેસમાં લોકસંપર્કનો ધમધમાટ – કદીર પીરઝાદા સાથેની બેઠક બાદ મુસ્લિમ નેતાઓની નારાજગી દૂર થઈ?

1168
SHARE
લોકસભા ૨૦૧૯ની ચૂંટણીને હવે એક અઠવાડીયું માંડ બાકી છે ઉમેદવારો દ્વારા પ્રચારનો ધમધમાટ વર્તાઈ રહ્યો છે ત્યારે કચ્છ મોરબી લોકસભા બેઠકના ઉમેદવાર નરેશ મહેશ્વરી દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં લોકસંપર્ક કરાઈ રહ્યો છે જિલ્લા મથક ભુજના ગ્રામ્ય વિસ્તારોનો તેમણે પ્રવાસ ખેડયો હતો ઢોરી અને સુમરાસર સહિતના આસપાસના ગામોનો વિસ્તૃત પ્રવાસ કર્યો હતો આ પ્રવાસ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહીર, જિલ્લા પંચાયત સભ્ય હરિભાઇ આહીર, પૂર્વ પ્રદેશ મંત્રી આદમ ચાકી, પ્રદેશ મંત્રી અરજણ ભુડીયા, શામજી ભૂરા આહીર, રાજેન્દ્રસિંહ જાડેજા, હરીશ આહીર, ધર્મેન્દ્ર ગોહિલ, ઉમર સમા, એસ.એચ. આહીર, દિપક ડાંગર સહિતના આગેવાનો જોડાયા હતા પ્રવાસ દરમ્યાન કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીએ ભાજપ સરકારની નિષ્ફળ કામગીરી ઉપર આકરા પ્રહારો કર્યા હતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પ્રમાણે કોંગ્રેસની સરકાર જો રચાશે તો અનેક લાભદાયી યોજનાઓ અમલમાં આવશે એવું જણાવ્યું હતું લોકસંપર્ક દરમ્યાન બહોળો પ્રતિસાદ મળ્યો હોવાનો કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા દાવો કરાયો હતો.

કચ્છ કોંગ્રેસના મુસ્લિમ આગેવાનોની નારાજગી થઈ દૂર, ૨૫ % મુસ્લિમ મતદારો

લોકસભા ચૂંટણી જંગ દરમ્યાન કોંગ્રેસના પ્રચાર પ્રસાર વખતે મુસ્લિમ નેતાઓની નારાજગીએ ચર્ચા સર્જી હતી જોકે, જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને ઉમેદવાર નરેશ મહેશ્વરી દ્વારા કોંગ્રેસના લઘુમતી આગેવાનોને મળીને તેમની નારાજગી દૂર કરવા પ્રયાસો પણ કરાયા હતા જોકે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના લઘુમતી આગેવાન કદીર પીરઝાદાનો કચ્છનો એક દિવસનો પ્રવાસ ખૂબ જ ફળદાયી સાબિત થયો હતો કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મંત્રી આદમ ચાકીના ફાર્મ હાઉસ ઉપર કદીર પીરઝાદાની ઉપસ્થિતમાં કોંગ્રેસના મુસ્લિમ આગેવાનોની બેઠક યોજાઇ હતી લગભગ ૨૦૦ જેટલા મુસ્લિમ આગેવાનોની આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને પ્રવક્તા ચેતન જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં આદમ ચાકી, જુમા રાયમા, પૂર્વ ધારાસભ્ય ઇબ્રાહિમ મંધરા, તકીશા બાવા, પ્રવક્તા ગની કુંભાર, ઇકબાલ મંધરા, ફકીરમામદ કુંભાર, ઉમર સમા સહિત લઘુમતી સમાજના જિલ્લા તાલુકા પંચાયત, કાઉન્સિલરો અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં મુસ્લિમ આગેવાનોએ એક તબક્કે કચ્છ કોંગ્રેસ સામેના તેમના બળાપા, ગુસ્સા અને નારાજગીની મુક્ત મને ચર્ચા કરી હતી જોકે, કોંગ્રેસના ગુજરાતના વરિષ્ઠ લઘુમતી આગેવાન કદીર પીરઝાદાએ લોકસભાના આ ચૂંટણી જંગને કોંગ્રેસ માટે અતિ મહત્વનો ગણાવીને આપસી નારાજગી ભૂલી જવા જણાવ્યું હતું. કદીર પીરઝાદાની અપીલને પગલે અંતે ઘી ના ઠામ માં ઘી પડી ગયું હતું કોંગ્રેસના કચ્છના મુસ્લિમ આગેવાનોએ ભૂતકાળ ભૂલીને પ્રચારમાં લાગી જવા મન બનાવી લીધું હતું મોરબી કચ્છ લોકસભા બેઠકમાં મતદારો ૧૭ લાખ જેટલા છે. તેમાં જો જ્ઞાતિ ફેક્ટરની ગણતરી કરીએ તો મુસ્લિમ મતદારોની સંખ્યા ૩ લાખ ૯૦ હજાર એટલે કે કુલ મતદારોની ૨૫ % આસપાસ છે.