કચ્છ મોરબી લોકસભા બેઠકની મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતથી જ ભાજપના વિનોદ ચાવડાએ લીડ બનાવી રાખી છે. આ લખાય છે ત્યારે સવારે ૧૦ વાગ્યે ભાજપના વિનોદ ચાવડા ૧૦ હજાર મતથી આગળ છે. હજી માત્ર ૪૪ હજાર મતની ગણતરી થઈ છે. કુલ ૧૦ લાખ મતની ગણતરી કરવાની છે. મોરબીમાં શરૂઆતમાં કોંગ્રેસ ૫૦૦ મત અને ભુજમાં શરૂઆતમાં કોંગ્રેસ માત્ર ૫૧ મતથી આગળ છે. જ્યારે બાકીના ગાંધીધામ, અબડાસા, માંડવી અને અંજારમાં ભાજપ આગળ છે.