કચ્છ મોરબી લોકસભા બેઠકમાં બપોરે ૧૨ વાગ્યા સુધીની આંકડાકીય પરિસ્થિતિ વિશે ન્યૂઝ4કચ્છનોબા રિપોર્ટ આપને લેટેસ્ટ માહિતીથી અપડેટ કરે છે. વહેલી સવારે પહેલા બેલેટ પેપર અને ત્યાર બાદ ઇવીએમ મશીનની મત ગણતરી ચાલુ કરાઈ હતી. જોકે, શરૂઆતથી જ ભાજપે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. વિનોદ ચાવડાએ મેળવેલી સરસાઈ બપોરે ૯ રાઉન્ડ પુરા થયા ત્યાં સુધી જળવાઈ રહી હતી. કુલ ૧૫૬ રાઉન્ડ ની મતગણતરી ધીમી ગતિ થી થઈ થઈ હોવાથી આ વખતે પરિણામ જાહેર થતાં સાંજ પડી જશે એવુ લાગી રહ્યું છે.
વિનોદ ચાવડા ફરી વિક્રમ મતોથી જીતે તેવી શકયતા
બપોરે ૧૨ વાગ્યા સુધીની વાત કરીએ તો અત્યાર સુધીમાં ૩ લાખ ૭૯ હજાર ૩૨૬ મતોની ગણતરી થઈ છે. વિનોદ ચાવડાને ૨,૨૨,૦૪૦ અને નરેશ ૧,૩૪,૨૭૭ મહેશ્વરીને જેમાં વિનોદ ચાવડા ૮૭ હજાર મત થી આગળ થઇ ગયા છે. હજી તો ૬ લાખ મતની ગણતરી બાકી છે. આમ, બપોર સુધીમાં શરૂઆત દરમ્યાન જ વિનોદ ચાવડા એક લાખ મતની સરસાઈ તરફ આગળ વધી રહ્યા છે.તે જોતા લાગે છે કે, વિનોદ ચાવડા ફરી એકવાર વિક્રમ સર્જક મતો થી જીતશે. લાકડીયા ઇવીએમ માં ડખ્ખા બાદ અટકી ગયેલી રાપરની મત ગણતરી શરૂ થઈ ગઈ છે. મોરબી ગ્રામ્યમાં કોંગ્રેસ આગળ રહી હતી. જોકે, ભુજના કોંગ્રેસની બહુમતી વાળા વોર્ડ તેમ જ બન્નીમાં કોંગ્રેસનો દેખાવ નબળો રહ્યો હતો. લાકડીયાનું એક ઇવીએમ નહીં ખુલતા તે બાકી રાખી દેવાયું છે.