કચ્છ મોરબી લોકસભા બેઠકમાં ભાજપે ફરી એક વાર કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે. વિનોદ ચાવડાએ જાયન્ટ કિલર તરીકે નરેશ મહેશ્વરીને કારમા પરાજય તરફ ધકેલી દીધા છે
બપોરે અઢી વાગ્યા સુધીનું અપડેટ
બપોરે અઢી વાગ્યા સુધીમાં વિનોદ ચાવડા ૨ લાખ મત થી આગળ છે. અત્યાર સુધીમાં કુલ ૭,૮૬,૦૨૬ મતની ગણતરી થઈ છે. જે પૈકી વિનોદ ચાવડાને ૪,૭૭,૭૨૨ મત જયારે નરેશ મહેશ્વરીને ૨,૬૭,૪૩૦ મત મળ્યા છે. આમ વિનોદ ચાવડા ૨,૧૦,૨૯૨ મત થી આગળ છે. હજી અઢી લાખ મતની ગણતરી બાકી છે. ૮ અપક્ષ ઉમેદવારો કરતા નોટાના મત વધુ છે, નોટા મત ૧૨૮૩૩ થયા છે.
ગાંધીધામના તમામ ૨૩ રાઉન્ડની ગણતરી પૂર્ણ, ભાજપને ૫૨ હજાર ૬૫૯ મતની લીડ મળી છે. ગાંધીધામમાં વિનોદ ચાવડાને ૯૮૧૮૦ નરેશ મહેશ્વરીને ૪૫૫૨૧ મત મળ્યા છે. માંડવીમાં તમામ ૨૧ રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. તેમાં ભાજપને ૪૧,૦૬૪ મતની લીડ મળી છે. વિનોદ ચાવડાને ૯૩,૮૧૯ મત જયારે નરેશ મહેશ્વરીને ૫૨,૧૨૫ મત મળ્યા છે. હજી ભુજના ૬ રાઉન્ડ બાકી છે. રાપરમાં ૨૧ માંથી ૮ રાઉન્ડની ગણતરી થઈ છે. બાકીની મતગણતરી લાકડીયાનું ઇવીએમ નહિ ખુલતા અટકી છે. અત્યાર સુધી મોરબીમાં કોંગ્રેસ આગળ રહી છે, જ્યારે કચ્છમાં અબડાસા, લખપત,માં ભાજપને લીડ મળી છે તો ભુજના બન્ની ખાવડા વિસ્તારમાં ભાજપને ૫૫૦૦ મતની લીડ મળી છે. ભુજના શહેરી વિસ્તારની ગણતરી હજી બાકી છે. અંજારમાં અત્યાર સુધીમાં ભાજપને ૪૨ હજાર મતની લીડ મળી છે. હજી એક રાઉન્ડ બાકી છે. કચ્છનું આખરી પરિણામ લગભગ સાંજે ૫ વાગ્યા સુધી જાહેર થાય તેવી શકયતા છે.