Home Current કંડલા પોર્ટ ઉપર જોખમ વધ્યું, જાણો શા માટે લગાવવામાં આવ્યું છે નવ...

કંડલા પોર્ટ ઉપર જોખમ વધ્યું, જાણો શા માટે લગાવવામાં આવ્યું છે નવ નંબરનું સિગ્નલ

2794
SHARE
ન્યૂઝ4કચ્છ નેટવર્ક.ગાંધીધામ
સાયકલોન ‘વાયુ’ની ગુજરાત ઉપર ત્રાટકવાની સંભવિત સ્થિતીને લઇને સરકાર હાઈ એલર્ટ છે ત્યારે દેશનાં નંબર વન મેજર પોર્ટ કંડલા દ્વારા બુધવારે સાંજે નવ નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું હતુ જેનો અર્થ એવો થાય છે કે ‘વાયુ’ કચ્છનાં દરિયામાં સો કિલોમીટરથી પણ ઓછા અંતરથી જમણી બાજુથી પસાર થાય તેવી શક્યતા છે કંડલા પોર્ટ પ્રસાશન તથા સ્થાનિક વહીવટી તંત્ર તેમજ પોલીસ દ્વારા સાયકલોનની સ્થિતીને જોતા કંડલા તથા તેના આસપાસના વિસ્તારમાંથી છ હજારથી પણ વધુ લોકોને ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી દરમિયાન બુધવારે સાંજે ભુજ અને ગાંધીધામ ઉપરાંત કચ્છનાં મોટાભાગનાં વિસ્તારોમાં પવન ફૂંકાયો હતો અને કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ કક્ષાનાં વરસાદી ઝાપટા પણ પડ્યા હતા.
કંડલા પોર્ટનાં જનસંપર્ક વિભાગે તેમના મરીન ડિપાર્ટમેન્ટનાં ડીસી કેપ્ટન શ્રીનિવાસનને ટાંકીને સત્તાવાર પોર્ટ ઉપર નવ નંબરનાં સિગ્નલ લગાવ્યા અંગેની માહીતી આપી હતી પોર્ટ સાથે સંકળાયેલા સૂત્રોનું માનીએ તો, જયારે વાવાઝોડું સો કિલોમીટરથી પણ ઓછા અંતરથી પોર્ટ પાસેથી પસાર થવાનું હોય ત્યારે આ પ્રકારનું સિગ્નલ આપવામાં આવતું હોય છે દરમિયાન પોર્ટ દ્વારા કંડલા વિસ્તારમાંથી 6,323 લોકોને ભયજનક એરિયામાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.