ગાંધીધામમાં સરકારી ગોડાઉનોમાં રખાયેલા મગફળીના જથ્થામાંથી ધૂળ, ઢેફા અને ફોતરાં નીકળ્યા બાદ સરકાર નિષ્ક્રિય હોઈ હવે કોંગ્રેસે ફરી વિરોધ શરૂ કર્યો છે કોંગ્રેસના કિસાન સેલના ચેરમેન પાલભાઈ આંબલિયા અને કચ્છ કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રવક્તા ચેતન જોશી સહિતના આગેવાનોએ જનતા રેડ પાડી તેને પાંચ દિવસ થયા પણ સરકાર કે નાફેડ કોઈએ કંઈ પણ કામગીરી કરી નથી અંજારમાં મીડીયા સાથે વાત કરતાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો પાલભાઈ આંબલિયા, જયદીપભાઈ મોરી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, આજે પહેલેથી ટાઈમ લઈને કોંગ્રેસના કાર્યકરો મગફળી કૌભાંડની તપાસ માટે રજુઆત કરવા પ્રાંત કચેરીએ અંજાર પહોંચ્યા ત્યારે પ્રાંત અધિકારી ઓફિસે ગેરહાજર હતા એટલે, નારાજ કોંગ્રેસના આગેવાનોએ કચેરીમાં જ અડ્ડો જમાવીને રામધૂન બોલાવી હતી અને સરકારને સદ્દબુદ્ધિ આપવા પ્રાર્થના કરી હતી કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે.હુંબલ અને કોંગ્રેસના પ્રવક્તા ચેતન જોશીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા ગાંધીધામ પોલીસને તેમજ પ્રાંત અધિકારીને ગાંધીધામના ગોડાઉનોમાં રખાયેલા મગફળી કૌભાંડની તપાસ કરવા માટે રૂબરૂ અને લેખિતમાં માંગ કરી છે આ સમગ્ર મામલો મીડીયામાં સતત ચર્ચામાં છે, પણ સરકાર કંઈ કરતી નથી જોકે, મગફળીનો જથ્થો નાફેડ દ્વારા વિવિધ સહકારી મંડળીઓ પાસેથી ખરીદાયો છે પણ, ગાંધીધામમાં નીકળેલા મગફળીના ભેળસેળ કૌભાંડ સંદર્ભે નાફેડના ચેરમેન દિલીપ સાંઘાણીએ તપાસનું આશ્વાસન આપીને કોંગ્રેસ પર રાજકારણ રમવાનો આક્ષેપ કર્યો છે પણ, વાસ્તવિકતા એ છે કે, લાખો કિલો મગફળીમાં રેતી, ધૂળ અને ઢેફા હોવા છતાંયે સરકારે કે નાફેડ દ્વારા ગાંધીધામ મગફળી કૌભાંડની કોઈ તપાસ થઈ નથી.