મુન્દ્રાના ડાક બંગલા પાસે ૭ વર્ષની એક માસુમ બાળકી એકલી અટુલી રડતી હતી આમ તો ડાક બંગલાનો વિસ્તાર મુન્દ્રાનો સતત અવરજવરથી ધમધમતો રસ્તો છે પણ, દોડધામના આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાનામાં વ્યસ્ત હોય ત્યાં બીજાની ચિંતા બહુ ઓછા લોકો કરે છે પણ, છતાંયે હજી સંવેદના ધબકે છે ડાક બંગલા પાસે હીબકાં ભરતી એ માસુમ બાળકીની વ્હારે આલોક ગઢવી અને સવરાજ ગઢવી આવ્યા તેમણે એ માસુમને સાંત્વના આપી ધીરે ધીરે તેની પુછપરછ કરી અને તેને નાસ્તો કરાવ્યો માસુમ બાળકીનો વિશ્વાસ સંપાદન કર્યા બાદ આલોક ગઢવી અને સવરાજ ગઢવીએ તેનુ નામ પૂછ્યું, બાળકીએ પોતાનું નામ ખુશી હોવાનું કહ્યું પણ, હજી મોટી મુશ્કેલી બાકી હતી, તે મુશ્કેલી હતી ખુશીનોતેના પરિવારથી મેળાપ કરાવવાની!! એટલે, સવરાજ ગઢવીએ મુન્દ્રાની જાણીતી સંસ્થા જનસેવાના રાજ સંઘવીને ફોન કરી તેમની મદદ માંગી આવા અનેક કિસ્સાઓમાં વિખુટા પડેલાઓને ઘેર પહોંચાડનાર રાજ સંઘવીએ બાળકીને પૂછપરછ કરીને તેની માતા વિશેની વિગતો જાણી હતી
ખુશીએ કહ્યું મારી માતા અંજાર ગઈ છે અને મને અંજાર જવું છે ઍમ હિન્દી માં વાત કહી હતી જોકે, જનસેવા સંસ્થાએ મુન્દ્રા પોલીસને
100 નંબર ઉપર ફોન કરીને પોલીસની મદદ માંગી હતી ફોનને પગલે મુન્દ્રા પોલીસમાં ફરજ બજાવતા એએસઆઈ નરેન્દ્ર પરમાર તાત્કાલિક સ્થળ પર પહોંચી આવ્યા હતા અને સંસ્થા સાથે મળીને ખુશીના પરિવારની શોધખોળ આદરી હતી અને અંદાજે એકાદ કલાક બાદ ખુશીની નાની પોતાની માસુમ દોહિત્રીની શોધખોળ કરતા ત્યાં પહોંચી આવ્યા હતા આ, સૌના પ્રયત્નોથી માસુમ ખુશીને તેના નાનીને સુપ્રત કરાઈ હતી પોલીસ અને અન્ય સામાજિક આગેવાનોની હાજરીમાં ખુશીની નાનીએ જણાવ્યું હતું કે અમે મુન્દ્રાના ઝુંપડપટ્ટી વિસ્તાર માં રહીએ છીએ અને ડાક બંગલાની બાજુમાં આવેલા બગીચામાં હું કપડાં ધોતી હતી તે દરમ્યાન ખુશી કોઈને કીધા વગર ચાલી ગઈ હતી અને અમારાથી વિખૂટી પડી હતી ખુશીની મા આજે કોઈ કામસર અંજાર ગઈ હતી અને ખુશીને પણ અંજાર જવું હતું પણ તેની મા સાથે ન લઈ ગઈ એટલે ખુશી પોતાની રીતે ત્યાંથી ચાલી જતાં પરીવાર થી થોડા સમય માટે વિખૂટી પડી ગઈ હતી. જોકે, સૌ સેવભાવીઓની સંવેદનાપૂર્ણ મદદને કારણે નાનકડી ખુશીના જીવનમાં ‘ખુશી’ ફરી પરત ફરી હતી.