ગાંધીધામ મગફળી કૌભાંડના મુદ્દે કચ્છ કોંગ્રેસે આક્રમક વિરોધ સાથે આજે ભુજમાં દેખાવો સાથે તપાસની માંગણી કરી છે કોંગ્રેસના કિસાનસેલના ચેરમેન પાલભાઈ આંબલિયા, પ્રદેશ આગેવાન આદમ ચાકી, જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની આગેવાની નીચે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે મગફળી કૌભાંડની નનામી કાઢીને આશ્ચર્યજનક રીતે વિરોધ વ્યક્ત કરાયો હતો કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો જ્યુબિલી ગ્રાઉન્ડથી કલેકટર કચેરીએ નનામી સાથે પહોંચ્યા હતા અહીં દેખાવો અને સૂત્રોચ્ચાર સાથે મગફળી કૌભાંડનો વિરોધ વ્યક્ત કરાયો હતો સતત ૬ દિવસ થયા મગફળીના જથ્થામાં ભેળસેળ કરાયેલા ધૂળ, ઢેફા અને ફોતરાં ભેળવનારાઓ સામે કોઈ કાર્યવાહી ન કરાતાં કોંગ્રેસે આ મામલે સરકાર તેમજ નાફેડ સામે મગફળી કૌભાંડને છાવરવાની અને સામેલગીરી હોવાના ચોંકાવનારા આક્ષેપો કર્યાં હતાં ત્યારબાદ અધિક જિલ્લા કલેકટર શ્રી ઝાલાને આવેદનપત્ર આપીને મગફળી માં ધૂળ, ઢેફા અને ફોતરાં ભેળવનારાઓ સામે તપાસ કરી પોલીસ ફરિયાદ કરવા માંગણી કરી હતી આ વિરોધમાં કોંગ્રેસી આગેવાનો કિસાન સેલના ચેરમેન પાલભાઈ આંબલિયા, જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, નરેશ મહેશ્વરી, રવિન્દ્ર ત્રવાડી, નવલસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા સહિત અન્ય હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.