Home Current ભાજપના મહિલા સભ્યોના પ્રશ્નોએ કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સર્જ્યો રાજકીય ગરમાટો...

ભાજપના મહિલા સભ્યોના પ્રશ્નોએ કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સર્જ્યો રાજકીય ગરમાટો – ઓડિટમાં જાણીતા કોન્ટ્રાકટરો ચર્ચામાં

806
SHARE
અત્યારે પડી રહેલી ગરમીની અસર કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રાજકીય ગરમાટા સ્વરૂપે વરતાતા સામાન્ય સભાનો માહોલ ગરમ બન્યો હતો જિલ્લાના મીની સચિવાલય સમાન જિલ્લા પંચાયતની આ સામાન્ય સભામાં કોંગ્રેસે ઉઠાવેલા પ્રજાકીય પ્રશ્નોએ ભાજપ માટે રક્ષણાત્મક સ્થિતિ સર્જી હતી ન્યૂઝ4કચ્છ આપને કચ્છ જિલ્લાની રાજકીય હલચલથી હમેંશા સચોટ અહેવાલો સાથે વાકેફ કરતું રહ્યું છે.

વી.કે. હૂંબલે ભાજપના સભ્ય અરવિંદ પીડોરીયા માટે  ભાજપને શું ભલામણ કરી? ભાજપના ક્યા મહિલા સભ્યોના પ્રશ્નએ મૂંઝવ્યા?

જિલ્લા પંચાયતની સામાન્ય સભાની શરૂઆતમાં વી.કે. હુંબલ અને અરવિંદ પીડોરીયા વચ્ચે વાકયુદ્ધ થયું છેલ્લી ઘણી સામાન્ય સભાઓમાં મૌન રહેવાનું પસંદ કરનાર બોલકા સભ્ય અરવિંદ પીડોરીયા આ સામાન્ય સભામાં વધુ બોલતા હોઈ વિપક્ષ કોંગ્રેસના નેતા વી.કે. હૂંબલે શાસક પક્ષ ભાજપના સદસ્યોને વ્યંગ સાથે ભલામણ કરી હતી કે વધુ બોલતા અરવિંદ પિંડોરીયાને કોઈ હોદ્દો આપીને ખુશ કરી દયો ભાજપના આંતરિક રાજકારણના કારણે આ વખતે અરવિંદ પિંડોરીયા પોતાની મનપસંદ સમિતિનું ચેરમેન પદ ન મેળવી શક્યા એટલે પોતાના પક્ષથી નારાજ હતા એટલે વી.કે. હુંબલનો ઈશારો એ હતો કે અરવિંદ પિંડોરીયા હવે પોતાને સક્રિય બતાવે છે એટલે હવે તેમને હોદ્દો આપી દયો વી.કે.ના આ રાજકીય ઇશારાને પગલે ભાજપી સભ્યો પણ મર્માળું હસ્યા હતા જોકે, અરવિંદ પિંડોરીયા આખી સામાન્ય સભામાં આ વખતે વધુ એક્ટિવ જોવા મળ્યા હતા જોકે, સતા પક્ષ ભાજપને તેમના બે મહિલા સભ્યો લક્ષ્મીબેન આહીર અને કૌશલ્યબેન માધાપરિયાએ મૂંઝવ્યા હતા, બન્ને મહિલા સભ્યોએ ત્રણ ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા, પણ પ્રમુખ લક્ષમણસિંહ સોઢાએ આ પ્રશ્નોના જવાબ લેખિતમાં આપી દીધા હોવાનું જણાવતા કોંગ્રેસે તેમના પ્રશ્નો જાણવા માંગ્યા હતા પણ શાસક પક્ષ ભાજપના સભ્યોએ આ મુદ્દે તેમના પ્રશ્નોની ચર્ચા કરવાની જરૂર ન હોવાનું જણાવ્યું હતું તેમ છતાંયે કૌશલ્યાબેન માધાપરિયાએ એક પ્રશ્ન રજૂ કરતા રાજકીય ગરમાટો આવી ગયો હતો કૌશલ્યાબેને જિલ્લા પંચાયત દ્વારા મંજુર થયા હોવા છતાંયે છેલ્લા ૨ વર્ષથી અધૂરા રહેલા બાંધકામના કામો વિશેની માહિતી માંગી હોવાનું જણાવ્યું હતું જોકે, આ પ્રશ્નની ચર્ચા કરવાને બદલે જવાબ લેખિતમાં આપી દીધો હોવાનું પ્રમુખ લક્ષમણસિંહ સોઢા અને ડીડીઓ પ્રભવ જોશીએ જણાવતા વિપક્ષ કોંગ્રેસ વતી વી.કે. હુંબલ, હઠુભા સોઢા અને કિશોરસિંહ જાડેજાએ હોબાળો મચાવતા ભાજપના શાસનમાં વહીવટ ખાડે ગયો હોવાનો આક્ષેપ કરી અધૂરું કામ મુકનાર કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવા માંગ કરી હતી જોકે, હઠુભા સોઢા અને ડીડીઓ પ્રભવ જોશી વચ્ચે ૨૦ મિનિટ સુધી ચાલેલા વાકયુદ્ધના કારણે પદાધિકારીઓ, અધિકારીઓ અને પ્રેક્ષક ગેલેરીમાં સન્નાટો છવાઈ ગયો હતો આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ કામ કરતા ન હોવાનો, લોકોના આરોગ્ય માટે ખર્ચાતા લાખો રૂપિયાનો વેડફાટ થતો હોવાનો આક્ષેપ કરતા ઉશ્કેરાયેલા હઠુભા સોઢાએ કાયદો હાથમાં લઈ લેવાની વાત કરતા તેનો વળતો જવાબ આપી રહેલા ડીડીઓ પ્રભવ જોશી વચ્ચે સતત વાકયુદ્ધ ચાલતું રહ્યું હતું તો, લોકસભાની ચૂંટણી વખતે ભાજપ વતી ટિકિટની માંગણી કર્યા બાદ જાહેરમાં ઓછા દેખાતા નરેશ મહેશ્વરીએ કોંગ્રેસના સભ્યોને વળતા જવાબો આપીને પોતાની હાજરી પુરાવી હતી કોંગ્રેસ વતી વી.કે. હૂંબલ, કિશોરસિંહ જાડેજાના જ પ્રશ્નો ચર્ચાયા હતા જેમાં શિક્ષણ, આરોગ્ય અને આંગણવાડીઓમાં કર્મચારીઓની ઘટ પુરવા, અધૂરા રહેલા ગ્રામ પંચાયતોના મકાન બનાવવા, પ્રાથમિક શાળાઓની દિવાલ બનાવવા, શાળાઓમાં બાળકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે આરઓ મશીન મુકવા, કચ્છમાં માન્યતા પ્રાપ્ત લઘુમતી શાળાઓની સંખ્યા વિશેના પ્રશ્નો પુછાયા હતા તો, ચોમાસા દરમ્યાન સિંચાઈના કામો કેમ શરૂ કરી શકાય? તે સવાલ ઉઠાવતાં કોંગ્રેસે અગાઉ પણ ઓડિટમાં આ મુદ્દે ઠપકો મળ્યા છતાં ચોમાસામાં સિંચાઈના કામો શરૂ કરવા પાછળ ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ કર્યો હતો.

ઓડીટ માં કોન્ટ્રકટરો સામેની વિવાદિત નોંધે સર્જી ચર્ચા

કચ્છ જિલ્લા પંચાયતનું ઓડીટ કરનાર લોકલ ફંડ કોન્ટ્રાક્ટરોની બેદરકારી અંગે તેમની પાસેથી દંડની મોટી રકમ વસુલવાની નોંધે ચર્ચા સર્જી છે આ કોન્ટ્રાક્ટરોમાં રવજી મનજી સોરઠીયા, વિજય કન્સ્ટ્રકશન, વાલજી માયા & કંપની, એ વન ઇન્ફોટેકના નામો હોવાનું ડીડીઓ પ્રભવ જોશીએ જણાવ્યું હતું જોકે, વિપક્ષ કોંગ્રેસના વી.કે. હુંબલ, કિશોરસિંહ જાડેજાએ આ કોન્ટ્રાકટરોને બ્લેક લિસ્ટ કરવા તેમજ લોકલ ફંડનો ઓડીટ રિપોર્ટ કોંગ્રેસી સભ્યોને મોકલવા માંગ કરી હતી જોકે, કચ્છ જિલ્લા પંચાયત દ્વારા સભ્યોને વિકાસ કામો માટે દર વર્ષે ત્રણ લાખ રૂપિયાની ફાળવાયેલી ગ્રાન્ટનો નિર્ણય મોકૂફ રખાયો હોઈ નારાજગી વ્યક્ત કરીને પુનઃ આ નિર્ણયનો અમલ કરાવવા માંગ કરી હતી.