Home Current હવે વ્યાજખોરો,ખંડણીખોરો અને ચિટરો થી ડરવાની જરૂર નથી – ભુજમાં ડીએસપી સાંભળશે...

હવે વ્યાજખોરો,ખંડણીખોરો અને ચિટરો થી ડરવાની જરૂર નથી – ભુજમાં ડીએસપી સાંભળશે ફરિયાદ

2181
SHARE
છેલ્લા ઘણા સમયથી કચ્છમાં વ્યાજખોરો, ચીટરો અને ખંડણીખોરોનો ત્રાસ વધતો જાય છે આ વ્યવસાયમાં માથાભારે લોકોની સંડોવણીના કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી રહી છે ગેરકાયદેસરના આવા ધંધા કરનારા તત્વોની સામે લોકો ફરિયાદ કરતા પણ ડરતા હોય છે આવા સંજોગોમાં પશ્ચિમ કચ્છ પોલીસે હવે એક આગવી પહેલ કરી છે ડીએસપી સૌરભ તોલંબિયા દ્વારા શનિવારે એક લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે આ લોકદરબારમાં લોકો નીડર પણે વ્યાજખોરો, ખંડણીખોરો અને ચીટરો સામે રજુઆત કરી શકશે ૬ જુલાઈ શનિવારે ભુજના સરપટ નાકા બહાર પોલિસ પરેડ ગ્રાઉન્ડની સામે આવેલા પોલીસ તાલીમ ભવનમાં સાંજે ૫ વાગ્યે આ લોક દરબાર યોજાશે ડીએસપી સૌરભ તોલંબિયાએ લોકોને ડર્યા વગર રજુઆત કરવા જણાવ્યું છે
ભુજમાં શેર બજારના ધંધાર્થી મણી ગ્રુપના ભરત બગ્ગાના અપહરણ અને બંદૂકની અણીએ અપાયેલ ધમકીની ચર્ચા થઈ રહી છે તે સિવાય નકલી સોનાના નામે થયેલા ચીટિંગના કેસોમાં પણ ભુજના ચીટરો ના નામ ખુલ્યા છે તે સિવાય હમણાં જ બનેલો હની ટ્રેપનો બનાવ પણ તાજો જ છે, જેમાં કે.સી.જવેલર્સના માલિકને ફ્રેન્ડશિપના નામે મહિલાએ ફસાવીને બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવ્યા હતા જેમાં પત્રકાર તરીકેની ઓળખ આપનાર મહિલા અને એક યુવાન પણ સામેલ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે આ સંજોગોમાં પોલીસની પહેલ આવકારદાયક છે જોકે અસામાજિક તત્વો સાથે અમુક પોલિસ કર્મચારીઓના સંબધો પણ સમયાંતરે ચર્ચામાં રહ્યા કરે છે ત્યારે ગુનાનો ભોગ બનનાર અરજદારને ન્યાય મળે અને ગુનો આચરીને સમાજમાં ગુનાખોરીનો ભય સર્જનાર આરોપીઓ સળીયા પાછળ ધકેલાય તેવો માહોલ ઉભો કરીને પોલીસની વિશ્વસનીયતા જળવાઈ રહે એ દિશામાં કામગીરી કરવાની દિશામાં આ લોકદરબારનું આયોજન કરાયું છે.