Home Current જો,હવે સંતાનો ભણવામાં ગરબડ ગોટાળો કરશે, તો વાલીઓને પડશે ખબર – જાણો...

જો,હવે સંતાનો ભણવામાં ગરબડ ગોટાળો કરશે, તો વાલીઓને પડશે ખબર – જાણો કેવી રીતે રખાશે નજર?

1231
SHARE
આજના સ્પર્ધાત્મક યુગમાં સંતાનોને સ્કૂલમાં ભણવા મુકતા વાલીઓને તેમના અભ્યાસ અંગેની ચિંતા સતાવતી હોય છે તો, ઘણીવાર એવું પણ બનતું હોય છે કે, શાળામાં અભ્યાસ કરવા જતાં છાત્રો ગુટલી પણ મારે છે પણ, હવે આવું કરવું શક્ય નહીં બને હવેથી, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં ભણતા છાત્રોના અભ્યાસ ઉપર નજર રહેશે.

જાણો શું છે આ આયોજન? હવે ભણવામાં ગરબડ ગોટાળો કરનારા છાત્રો ચેતી જજો

આ આયોજન વિશે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા કચ્છ જિલ્લાના એજ્યુકેશન ઇન્સ્પેકટર વસંત તેરૈયા કહે છે કે, ધોરણ ૯ થી ધોરણ ૧૨ના છાત્રોની સમયાંતરે નિયમિત એકમ કસોટીઓ લેવાશે સમગ્ર રાજ્યમાં આજે કચ્છ જિલ્લામાં એકમ કસોટી લેવાનો પ્રારંભ થઇ ગયો છે કચ્છમાં જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી ડો. ભગવાનદાસ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચ માઘ્ધમિક શાળાઓમાં એકમ કસોટીઓ લેવાનું શરૂ થઈ ગયું છે શું છે આ એકમ કસોટીઓ? હવેથી ધોરણ ૯,૧૦,૧૧ અને ૧૨ મા ભણતા તમામ છાત્રોની દર શનિવારે પરીક્ષા લેવાશે જેમાં ચાલી ગયેલા અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે, જેના જવાબો છાત્રોએ આપવાના રહેશે મુખ્ય ત્રણ વિષયો ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયોની પરિક્ષા લેવાશે આ પરીક્ષાનું પરિણામ છાત્રોને અને વાલીઓને આપવામાં આવશે એટલે જે ભણવામાં ગરબડ ગોટાળા કરતા હશે અથવા તો બેધ્યાન હશે તેવા છાત્રોને જો ઓછા ગુણાંક આવ્યા હશે તો તેવા છાત્રોના વાલીઓને જાણ કરાશે આ એકમ પરીક્ષાથી બે ફાયદાઓ થશે છાત્રો જો ભણવામાં નબળા અથવા તો બેદરકાર હશે તેનો ખ્યાલ શાળાના સંબંધિત શિક્ષકો, આચાર્ય તેમજ સ્કૂલ મેનેજમેન્ટને આવશે જિલ્લા શિક્ષણાધિકારી પણ શાળાઓ ઉપર નજર રાખી શકશે અને વાલીઓને પણ તેમના સંતાનના પરિણામની જાણ કરાશે એટલે વાલીઓની પણ પોતાના સંતાનોના અભ્યાસ ઉપર નજર રહી શકશે.