
કચ્છમાં હમણાં ઘણા સમયથી ગુનાખોરીનો ગ્રાફ વધતાં ડીએસપી સૌરભ તોલંબિયાએ કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગ રૂપે નવી પહેલ સાથે જાહેર લોકદરબારનું આયોજન કર્યું હતું જેમાં વ્યાજખોરો, ખંડણીખોરો અને ચીટીંગ કરતા ધૂતારાઓનો ભોગ બનેલા લોકોની ફરિયાદો સાંભળી હતી આ લોકદરબારમાં અંદાજિત ત્રીસથી પણ વધારે નાગરિકોએ પોતાની ફરિયાદ અંગે રજુઆત કરી હતી આ રજૂઆતોમાં વ્યાજખોરો અને ધૂતારાઓ ઉપરાંત જમીન દબાવી લેનારા ભૂમાફિયાઓ વિરુદ્ધ ફરિયાદો રહી હતી લોકદરબાર સંદર્ભે મીડીયા સાથે વાત કરતાં પશ્ચિમ કચ્છના ડીએસપી સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું કે, અરજદાર નાગરિકોની જે રજૂઆતો છે તે સંદર્ભે ૧૦ દિવસમાં પગલાં ભરાશે વ્યાજખોરો સામે રજૂઆતો કરવા માટે ભુજના જાણીતા ચહેરાઓ પણ આવ્યા હતા જેમાં તગડું વ્યાજ અને પછી મુદ્દલની વસુલાત કરવા માટે ભુજના જાણીતા મોટા માથાઓ દ્વારા થતી કનડગત અને અપાતા ત્રાસ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો ચીટરોના કિસ્સાઓ ની રજુઆતો પણ રહી હતી જ્યારે જમીનના કેસો વધુ ચર્ચામાં રહ્યા હતા ભૂમાફિયાઓ દ્વારા જમીનનો ગેરકાયદેસર કબ્જો કરી લેવાની ફરિયાદો થઈ હતી જોકે, ડીએસપી સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું કે જમીનના અમુક કેસો કોર્ટમાં ચાલતા હોઈ પોલીસ તેના ગુણદોષ તપાસીને કાર્યવાહી કરશે તો, ક્યાંય પણ કોઈ કિસ્સામાં જો પોલીસ કર્મચારીઓની કે અધિકારીઓની સંડોવણી જણાશે તો આવા પોલીસ કર્મીઓ સામે પણ પગલાં ભરાશે
ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ જમીનના કેસો ઉપરાંત લવ મેરેજ જેવા કિસ્સાઓને કારણે અત્યારે ગામડાઓમાં વેરઝેર, મારામારીના બનાવો વધી રહ્યા છે, તે અટકાવવા માટે રજુઆત કરી હતી
આ લોકદરબારમાં એસપીશ્રી તોલંબિયાએ સોશિયલ માધ્યમ દ્વારા ફેલાવતા મેસેજ કે ચર્ચાઓની ખરાઈ કરવા પર ભાર મૂકીને ખોટી અફવા કે સનસની ફેલાવનારાઓ પર કડક કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.