કચ્છમાં પવનચક્કીના કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે ફરી આજે નખત્રાણા તાલુકાના ઉખેડા ગામે સવારે પવન ચક્કી વિદ્યુત લાઈનમાં મોટી શોર્ટસર્કિટના કારણે મોટા ધડાકા સાથે આગ લાગી હતી જેના કારણે પવનચક્કીનું ટ્રાન્સફોર્મર સળગી ગયું હતું એક બાજુ ફૂંકાઈ રહેલો પવન અને બીજી બાજુ આ પવનચક્કીની વીજ લાઈન ગામની બાજુમાંથી પસાર થતી હોવાના કારણે ઉખેડા ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો આ બનાવને પગલે આ વિસ્તારની પવનચક્કીઓ બંધ કરી દેવાઈ હતી આથી અગાઉ ભુજના સણોસરા ગામે પવનચક્કીમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી તો, પવનચક્કીના કારણે મોતના બનાવે પણ ચકચાર સર્જી હતી અબડાસા ના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા જિલ્લા કક્ષાએ તેમજ વિધાનસભામા પણ પવનચક્કીના કારણે રાષ્ટ્રીય પક્ષી મોર સહિત અન્ય પક્ષીઓના મોત નિપજી રહ્યા હોવાની રજુઆત કરી ચુક્યા છે.