Home Current અંતે કચ્છ ઉપર મેઘરાજા મહેરબાન – મુન્દ્રા, માંડવીમાં ૫ ઇંચ, પરજાઉ, વાડાપધ્ધર...

અંતે કચ્છ ઉપર મેઘરાજા મહેરબાન – મુન્દ્રા, માંડવીમાં ૫ ઇંચ, પરજાઉ, વાડાપધ્ધર પાણી પાણી

1605
SHARE
લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ કચ્છમાં આ વખતે આગાહીને સાચી પાડીને સપ્તાહના પ્રથમ દિવસે સોમવારથી મેઘ સવારી શરૂ થઈ છે જે સતત બીજે દિવસે પણ ચાલુ રહી હતી જોકે, બન્ને દિવસ દરમ્યાન વરસાદ ક્યાંક ઝરમર ઝરમર, તો ક્યાંક ધોધમાર વરસ્યો હતો મંગળવારના સત્તાવાર આંકડાની વાત કરીએ તો મુન્દ્રા, માંડવી, અંજાર અને અબડાસામાં વરસાદનું સારું જોર રહ્યું હતું ભુજમાં આજની રાત પછી ધીમીધારે અને આજુબાજુની પટેલ ચોવીસીના ગામોમાં અને અંજારમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે આંકડાકીય રીતે વાત કરીએ તો આજે માંડવીમાં ૧૨૭ મીમી (પાંચ ઇંચ), મુન્દ્રામાં ૧૧૨ મીમી (પોણા પાંચ ઇંચ), અંજારમાં ૬૪ મીમી (અઢી ઇંચ), અબડાસામાં ૧૩ મીમી (અડધો ઇંચ), ભુજમાં ૨૨ મીમી (એક ઇંચ) નખત્રાણામાં, ગાંધીધામમાં ૧૭ મીમી (પોણો ઇંચ), ભચાઉમાં ૨૯ મીમી (સવા ઇંચ) વરસાદ નોંધાયો છે.
અબડાસામાં વરસાદ ભલે ઓછો નોંધાયો છે, પણ કોઠારા ઉપરાંત ખાસ કરીને વાડાપધ્ધર તેમજ પરજાઉમાં ધોધમાર વરસાદ પડ્યો છે જેને કારણે નલિયા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે મુન્દ્રા શહેર ઉપરાંત ભુજપુર, સમાઘોઘામાં ધોધમાર વરસાદ પડ્યો છે માંડવી શહેર ઉપરાંત નાની ખાખર, દેશલપર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે ભુજ શહેર અને પટેલ ચોવીસીમા અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

કચ્છી માડુઓની પ્રાર્થના ફળી :
આ વખતે કચ્છમાં વરસાદની પેટર્ન અલગ છે, જાણો વરસાદ વિશે શું કહે છે હવામાન વિભાગ?

કચ્છમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે પણ વરસાદ ધાર્યા મુજબ ન પડતા કચ્છ અને કચ્છ બહાર રહેતા કચ્છી માડુઓમાં ચિતા હતી પણ, સૌની પ્રાર્થના ફળી છે. મેઘરાજા વરસી રહ્યા છે ન્યૂઝ4કચ્છ દ્વારા પણ વરસાદની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે હવામાન વિભાગનો સંપર્ક કરાયો હતો હવામાન અધિકારી રાકેશકુમારે ન્યૂઝ4કચ્છ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વખતે કચ્છમાં રાજસ્થાન તરફથી વરસાદી હવામાન રચાયું છે એટલે શનિવાર સુધી ભારે વરસાદ પડી શકે છે અત્યારે રાજસ્થાનમાં અનેક જગ્યાએ પુર આવ્યા છે બનાસકાંઠામાં પણ ભારે વરસાદ છે જોકે, ક્યાંક ક્યાંક કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ પણ પડી શકે છે એકંદરે કચ્છમાં આ વખતે સાર્વત્રિક વરસાદ છે આમ અનુકૂળ વાતાવરણ છે ત્યારે મેઘરાજા કચ્છને તરબતર કરી દુષ્કાળને દેશવટો આપે તેવો માહોલ સર્જાયો છે.